આશિષ નેહરાએ કર્યો ધડાકો, હાર્દિક બાદ હવે શુભમન ગિલ નહીં પરંતુ આ ખેલાડી બનશે ગુજરાતનો નવો કેપ્ટન…

વિશ્વ જગતની તમામ ક્રિકેટ ટીમો થોડા સમય પહેલા ભારત ખાતે વર્લ્ડ કપ 2023ની મેચો રમતી જોવા મળી હતી. આ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ હવે આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ટી-20 ફોર્મેટની મેચ રમાઈ રહી છે. આ ઉપરાંત આઇપીએલને લઈને હાલમાં એક મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવ્યા છે.

આગામી ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અત્યારથી જ દરેક ખેલાડીઓ તૈયારીઓ કરી રહ્યા છે. બીજી તરફ આઈપીએલ પણ આ વખતે ઘણી મહત્વની રહેશે. હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તે છેલ્લા બે વર્ષથી ગુજરાત ટાઇટન્સ તરફથી કેપ્ટનશીપ કરીને સફળતા અપાવતો જોવા મળ્યો હતો પરંતુ હાલમાં જ તેણે અચાનક ગુજરાતનો સાથ છોડ્યો છે. તેણે મુંબઈ તરફથી રમવાનું નક્કી કર્યું છે. આવી સ્થિતિમાં હવે આ ખેલાડીને ગુજરાતની કમાન સોંપવામાં આવશે.

હાર્દિકે દગો કરીને ગુજરાતનો સાથ છોડ્યો હોય તેવું કહી શકાય છે. આવી મુશ્કેલીની પરિસ્થિતિમાં હવે આ યુવા ખેલાડીને ગુજરાતના નવા કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તે અત્યાર સુધી ઘણા મોટા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. તેની પાસે અન્ય ઘણી આવડત પણ રહેલી છે. આવી સ્થિતિમાં તેને મોટી જવાબદારી મળશે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે હાર્દિક બહાર થયા બાદ હવે રાશિદ ખાનને નવો કેપ્ટન બનાવવામાં આવશે. એક ઓલ રાઉન્ડર તરીકે અત્યાર સુધી તે ઘણો સફળ રહ્યો છે. બીજી તરફ રોહિત અને હાર્દિક જવા સફળ કેપ્ટનો સાથે તે ઘણું રમી ચૂક્યો છે. જેથી તેને હવે મોટી જવાબદારી મળી શકે છે. ગુજરાતી ટીમ પાસે કેન વિલિયમસન જેવા ઘણા સ્ટાર ખેલાડીઓ પણ ઉપલબ્ધ છે.

હાર્દિકના જવાથી ગુજરાતને મોટું નુકસાન થઈ શકે છે. હવે તે મુંબઈની કેપ્ટનશીપ કરતો જોવા મળશે તેવા અહેવાલ સામે આવ્યા છે. આઇપીએલ પૂર્ણ થયા બાદ તરત જ વિશ્વની તમામ ક્રિકેટ ટીમો વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરશે. આ વખતે વર્લ્ડ કપનું આયોજન જૂન મહિનામાં કરવામાં આવ્યું છે. જેથી દરેક ટીમો પાસે ખૂબ જ ઓછો સમય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *