રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ તે કોહલીના આ ત્રણ ખાસ ખેલાડીઓની કરશે છુટ્ટી…
ટી 20 વર્લ્ડકપ 2021 બાદ ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો થાય તેવું અનુમાન પહેલેથી જ લગાવવામાં આવી રહ્યું હતું. કારણ કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તો પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે તે ટી 20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દેશે. વિરાટ કોહલીની આ ઘોષણા બાદ સોશિયલ મીડિયા પર સતત એ સવાલ ઉઠી રહ્યો હતો કે ભારતીય ટીમનો નવો કેપ્ટન કોણ બનશે.
ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ પહેલાં ભારતીય ટીમના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી કેપ્ટન પદેથી હડતા જ કેટલાક ખેલાડીઓના કરિયર ખતરામાં પડી શકે છે કારણ કે રોહિત શર્મા કેપ્ટન બનતા જ તે પોતાના ખાસ ખેલાડીઓને ટીમમાં તક આપવા માગશે.
વિરાટ કોહલીએ પોતાની કેપ્ટનશીપમાં પોતાના પસંદગીદાર ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા હતા. પરંતુ હવેથી ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે તેથી તે પોતાના પસંદગીદાર ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા માગશે. રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ તે કોહલીના આ ત્રણ ખાસ ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી શકે છે.
ટીમ ઇન્ડિયાનો દિગ્ગજ ઝડપી બોલરને ભુવનેશ્વર કુમાર પોતાના સમયમાં દુનિયાના શ્રેષ્ઠ સ્વિંગ બોલર માંથી એક માનવામાં આવતો હતો. પરંતુ તે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. સતત ઇજાને કારણે ટીમમાંથી બહાર રહેતા તેની છાપ ઝાંખી પડી ગઇ છે. ખરાબ પ્રદર્શન બાદ પણ વિરાટ કોહલી સતત ભુવનેશ્વર કુમારને તક આપી રહ્યો હતો. પરંતુ રોહિત કેપ્ટન મળતા કદાચ આવું ન થાય અને ભુવનેશ્વર કુમારને ટીમ માંથી બહાર પણ કરી દેવામાં આવે.
ટીમ ઇન્ડિયાના દિગ્ગજ સ્પિનર યુજવેન્દ્ર ચહલને વિરાટ કોહલીનો ખાસ ખેલાડી માનવામાં આવે છે. ચહલને ટી 20 વર્લ્ડ કપ 2021 માં સામેલ કરવામાં નહોતો આવ્યો તેના સ્થાને રાહુલ ચાહરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. રાહુલ છેલ્લા ઘણા સમયથી રોહિત શર્માની સાથે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે. એવામાં રોહિત શર્મા કેપ્ટન બનતા તે યુજવેન્દ્ર ચહલની જગ્યાએ રાહુલ ચહરને ટીમમાં તક આપી શકે છે.
આ સિવાય મોહમ્મદ સિરાજ પણ વિરાટ કોહલીનો ખાસ ખેલાડી છે. સિરાજે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું સ્થાન કાયમ કરી લીધું છે. પરંતુ ટી 20 અને વન-ડે ક્રિકેટમાં તે પોતાની છાપ છોડવામાં અસફળ રહ્યો છે. તમને જણાવી દઇએ કે, સિરાજ છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમ સાથે જોડાયેલો છે. આઇપીએલમાં શાનદાર પ્રદર્શનને કારણે તેને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે રોહિત શર્મા કેપ્ટન બનતા તેની પસંદગી થવી મુશ્કેલ નજર આવી રહી છે.