રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ આ ત્રણ ઘાતક ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાં થયા સામેલ…

ટી 20 વર્લ્ડકપમાં ભારતીય ટીમના ખેલાડીઓએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બે મેચોમાં કારમી હાર બાદ સોશિયલ મીડિયા પર ખેલાડીઓને ટ્રોલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામે ભારતે જીત મેળવી હતી. તેમ છતાં પણ ભારત સેમીફાઇનલમાં જગ્યા બનાવવામાં અસફળ રહ્યું હતું.

ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના કોચ તરીકે રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડને સ્થાન આપવામાં આવ્યું છે. રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ ઘણા યુવા ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. વાઇસ કેપ્ટન તરીકે કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ આ ત્રણ ખેલાડીઓની કિસ્મત ચમકી છે. એમાંનો એક ખેલાડી રાહુલ ચહર છે. રાહુલ ચહર આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ રમે છે. રાહુલ ચહરને ટી 20 માં ઓલરાઉન્ડર માનવામાં આવે છે. ટી 20 વર્લ્ડ કપમાં છેલ્લી મેચમાં વરુણ ચક્રવર્તી જગ્યાએ તેને સ્થાન આપવામાં આવ્યું હતું.

રોહિત શર્મા કેપ્ટન બનતા ભારતીય યુવા ખેલાડી ઇશાન કિશનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઇશાન કિશન આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે. તે ઓપનિંગમાં આવીને જબરદસ્ત બેટિંગ કરે છે. ઇશાન કિશનને વિરાટ કોહલીની કેપ્ટન્સી હેઠળ ઘણી વાર મોકો મળ્યો છે અને તેણે પોતાની જવાબદારી નિભાવી છે.

રોહિત શર્મા ભારતીય ટીમના કેપ્ટન બનતાની સાથે જ રુતુરાજ ગાયકવાડને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. રુતુરાજ ગાયકવાડે આઇપીએલ 2021 માં ધમાલ મચાવ્યો હતો. તેણે આઇપીએલ 2021 માં 16 મેચમાં 635 રન બનાવ્યા હતા. જેના દમ પર ચેન્નઇ સુપરકિંગ્સ ટ્રોફી જીતવામાં સફળ રહી હતી.

રોહિત શર્મા કેપ્ટન અને રાહુલ દ્રવિડ કોચ બનતાની સાથે જ ભારતીય ટીમમાં ઘણા ફેરફારો થયા છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલની આગેવાની હેઠળ ભારતીય ટીમ મેદાને ઉતરશે. ઘણા બધા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *