રોહિતે કેપ્ટન બનતાની સાથે જ આ મેચ વિનર ખેલાડીને ટીમ ઇન્ડિયામાંથી કર્યો બહાર, કારણ છે કંઇક આવું…

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપ પૂર્ણ થયા બાદ ટી-20 ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ બીસીસીઆઇ દ્વારા તેને વન-ડે ફોર્મની કેપ્ટનશીપ પણ છીનવી લેવામાં આવી હતી. આ બંને ફોર્મેટના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્મા પણ કેપ્ટનશીપનો ઉંડો અનુભવ ધરાવે છે.

રોહિત શર્મા તાજેતરમાં જ મર્યાદિત ઓવરમાં ટીમ ઇન્ડિયાનો નવો કેપ્ટન બન્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપ કારકિર્દીની શરૂઆત પણ સારી થઇ છે. તેણે આવતાની સાથે જ ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 અને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ પણ જીતી લીધી છે. રોહિત શર્માએ કેપ્ટન બનતાની સાથે જ ટીમમાં પણ ઘણા ફેરફારો કર્યા છે.

છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં મોટી ખળભળાટ મચી ગઇ છે. રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહાર કર્યા છે. આ ઉપરાંત ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું છે. તાજેતરમાં કેપ્ટન રોહિત શર્માએ આ ઘાતક ખેલાડીને બહાર કાઢ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે છેલ્લા ઘણા સમયથી ભારતીય સ્ટાર સ્પિનર વરૂણ ચક્રવર્તી ટીમમાંથી બહાર થઇ ગયો છે. આ ખેલાડીને ટી-20 વર્લ્ડ કપમાં સામેલ કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની મહત્વની મેચમાં વરૂણ ચક્રવર્તી એક પણ વિકેટ લઇ શકયો નહોતો. આવા કારણોસર તેને બહાર રાખવામાં આવ્યો છે.

ટી-20 વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ આ ખેલાડીને છેલ્લી ત્રણ સિરીઝથી ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. રોહિત શર્મા સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટીમમાંથી બહાર રહ્યો હતો. પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં વાપસી થતા ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ વરૂણ ચક્રવર્તીને બહાર રાખવામાં આવ્યો છે.

હાલમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ત્રણ મેચોની વન-ડે સિરીઝ ચાલી રહી છે આ સિરીઝ પૂર્ણ થયા બાદ કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે ત્રણ વચ્ચેની ટી-20 સિરીઝ પણ શરૂ થવાની છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝ જીતવા પ્રયત્ન કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *