રાહુલ દ્રવિડ કોચ બનતાની સાથે જ આ ઘાતક ખેલાડીની ટીમ ઇન્ડિયામાં થઇ એન્ટ્રી…

ટી 20 વર્લ્ડકપ પછી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ભારતના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. વિરાટ કોહલીની સાથે ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ નવા હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, આઇસીસી વર્લ્ડ કપ 2023 સુધી ભારતના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી થઇ છે. ચાહકોને આશા છે કે ભારતીય ટીમ ફરી એકવાર આઇસીસી વર્લ્ડકપ જીતીને આવે. રાહુલ દ્રવિડ કોચ બન્યા પછી ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર સીરીઝ માટે રવાના થઇ છે.

રાહુલ દ્રવિડ ભારતીય ટીમના નવા હેડ કોચ બન્યા પછી ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી ટીમમાંથી બહાર થયેલા ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. દ્રવિડના સમયમાં ખેલાડીઓની કારકિર્દી બનાવી શકે તેમ છે. આજે આપણે આ લેખમાં એક એવા ખેલાડીની વાત કરીએ કે જેને રાહુલ દ્રવિડ કોચ બન્યા બાદ ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું અને હાલ તે જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે.

તમને જણાવી દઇએ કે આ ખેલાડીનું નામ શ્રેયસ ઐયર છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ પહેલા તેને તક આપવામાં આવી ન હતી પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તક મળતા તેણે પ્રથમ ઇનિંગમાં સદી અને બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ દરમિયાન રાહુલ દ્રવિડ શ્રેયસ ઐયર પર ધ્યાન આપતા હતા અને ખરાબ શોર્ટના કારણે તેને ઠપકો પણ આપતા હતા.

શ્રેયસ ઐયર મિડલ ઓવરમાં ભારતની નવી શક્તિ માનવામાં આવે છે. આ ખેલાડી નંબર પાંચ પર ઉતરીને ફિનિશર્સ તરીકે પણ જાણીતો છે. શ્રેયસ ઐયરની ટીમમાં એન્ટ્રી થતાં અજિંક્ય રહાણેનું પત્તું કપાયું છે. અજિંક્ય રહાણે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો હતો. તેને ઘણીવાર તક આપવામાં આવી પરંતુ તે સતત નિષ્ફળ રહ્યો.

રવિ શાસ્ત્રીના સમયગાળા દરમિયાન ભારતીય ટીમે બે વખત ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવ્યો અને ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સિરીઝ પણ જીતી હતી. પરંતુ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં સતત અસફળ રહ્યુ છે. હવે દ્રવિડના સમયગાળા દરમિયાન આઇસીસી ટુર્નામેન્ટ જીતે એવી ભારતીય ચાહકોને અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *