રાહુલ દ્રવિડ કોચ બનતાની સાથે જ આ ઘાતક ખેલાડીની કિસ્મત ચમકી! વર્ષો બાદ મળી તક…

ટી 20 વર્લ્ડકપ 2021 પૂર્ણ થતા ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટનશીપ માંથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ ભારતના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી હતી. તેની સાથે ભારતના કોચ રવિ શાસ્ત્રીએ પણ રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ નવા કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી હતી.

તમને જણાવી દઇએ કે રાહુલ દ્રવિડ 2023 વર્લ્ડકપ સુધી ભારતીય ટીમના કોચ છે. દ્રવિડના કરિયરમાં ઘણા યુવા ખેલાડીઓની કારકિર્દી બની શકે છે. તેની પાછળનું કારણ એ છે કે દ્રવિડ સતત યુવા ખેલાડીઓને તક આપે છે અને શ્રેષ્ઠ ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે. રાહુલ દ્રવિડ કોચ બન્યા પછી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ સિરીઝમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.

રાહુલ દ્રવિડ કોચ બનતાની સાથે જ ભારતીય ટીમમાં ઘણા ફેરફારો કર્યા હતા. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપી રહ્યા છે. ટીમ ઇન્ડિયામાં પણ આ સમય એવો ખેલાડી ટીમમાં હાજર છે જેનું નસીબ દ્રવિડ આવતાની સાથે જ ચમકી ગયું છે.

તમને જણાવી દઇએ કે તે ખેલાડી શ્રેયસ ઐયર છે. હવે શ્રેયસ ઐયર ભારતીય ટીમનો કાયમી સભ્ય બની ગયો છે. આ ખેલાડી મિડલ ઓર્ડરમાં ભારતને નવી શક્તિ આપે છે. ન્યુઝીલેન્ડ સિરીઝ પહેલા આ ખેલાડીને ભારતીય ટીમમાં તક આપવામાં આવતી ન હતી. પરંતુ રાહુલ દ્રવિડ કોચ બન્યા પછી પ્રથમ વખત ઐયરને તક આપવામાં આવી હતી.

શ્રેયસ ઐયરે ન્યૂઝીલેન્ડ સામેની તકનો ફાયદો ઉઠાવતા તેની ડેબ્યૂ મેચમાં પ્રથમ ઇનિંગમાં સદી અને બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન દ્રવિડ પણ તેના પર ઘણું ધ્યાન આપી રહ્યા હતા. આ સિવાય દ્રવિડે ઐયરને ખરાબ શોર્ટ પર ઠપકો પણ આપ્યો હતો. ઐયરના પ્રદર્શનથી એક વાત સ્પષ્ટ થાય છે કે હવે તે લાંબા સમય સુધી ટીમમાં રહેવાનો છે.

રવિ શાસ્ત્રીની વિદાય પછી રાહુલ દ્રવિડ ભારતીય ટીમના હેડ કોચ બન્યા છે. શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન ઐયરને ભારતીય ટીમમાં તક આપવામાં આવતી નહોતી. પરંતુ હાલમાં આ ખેલાડી ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યો છે. આ ખેલાડી ભારતીય ટીમમાં નંબર પાંચ પર ઉતરીને મિડલ ઓર્ડર સારી રીતે સંભાળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *