અમદાવાદની ટીમ સાથે જોડાતા જ હાર્દિક પંડ્યાએ વીડિયો શેર કરીને કહ્યું એવું કે… – જુઓ વીડિયો

આઇપીએલ 2022 પહેલા 11, 12 અને 13 ફેબ્રુઆરીએ ભવ્ય મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. અમદાવાદ અને લખનઉ બે નવી ટીમો આ વર્ષે આઇપીએલમાં જોડાશે. મેગા ઓક્શન પહેલા જુની તમામ ટીમોએ પોતાના રીટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. આ ઉપરાંત બીસીસીઆઇ દ્વારા 22 જાન્યુઆરી પહેલા અમદાવાદ અને લખનઉ ટીમને પોતાના ત્રણ ખેલાડીઓની યાદી જાહેર કરવા જણાવવામાં આવ્યું હતું.

અમદાવાદ અને લખનઉ એમ બંને ટીમો જોડાઇને ટોટલ 10 ટીમો સ્પર્ધામાં ભાગ લેશે. આ વર્ષે ઓક્ટોબરમાં ગોએન્કા ગ્રુપ દ્વારા લખનઉ ટીમને 7090 કરોડમાં ખરીદવામાં આવી હતી. આ ઉપરાંત CVC કેપિટલ કંપનીએ 5625 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમને ખરીદી હતી. આ બંને ટીમોએ પણ પોતાના ત્રણ-ત્રણ ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે.

લખનઉ ફ્રેન્ચાઇઝીએ કેએલ રાહુલને 17 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. આ ઉપરાંત માર્ક્સ સ્ટોઇનીસ અને રવિ બિશ્નોઇને પણ પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યાને 15 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. આ ઉપરાંત રાશિદ ખાન અને શુભમન ગિલને પણ પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

હાર્દિક પંડ્યા અમદાવાદની ટીમ સાથે જોડાતા જ તેના ચાહકો માટે એક ખાસ વિડિયો શેર કર્યો હતો. હાર્દિક પંડ્યાએ કહ્યું કે અમદાવાદ ટીમ સાથે આ નવી સફરની શરૂઆત કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. આ ટીમના કેપ્ટન તરીકે મારા પર વિશ્વાસ મુકવા બદલ હું માલિક, મેનેજમેન્ટ ટીમનો આભાર માનું છું. મારા માટે એક નવા યુગની શરૂઆત થઇ છે.

હાર્દિક પંડ્યાએ વચન આપ્યું છે કે અમદાવાદ ટીમ હંમેશા લડશે અને પોતાનું વર્ચસ્વ જમાવશે. તેણે રાશિદ ખાન અને શુભમન ગિલને પણ ટીમમાં સ્વાગત કર્યું છે. અમદાવાદની ટીમ બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરશે. આઇપીએલ 2022નું આયોજન માર્ચ-એપ્રિલ મહિનામાં થવાનું છે. તે પહેલા જ બીસીસીઆઇ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *