કેપ્ટન બનતાની સાથે જ રોહિત શર્માએ આ ત્રણ સિનિયર ખેલાડીઓના પત્તા કાપી નાખ્યા…

ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારતીય ટીમના તમામ ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. પહેલેથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ટી 20 વર્લ્ડકપ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે અને તેવું જ થયું. ભારતીય ટીમના તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે.

ટી 20 વર્લ્ડકપ 2021 બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળ્યા છે. ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ હવે ભારતીય ટીમના નવા હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે. રાહુલ દ્રવિડ હવે વન-ડે વર્લ્ડકપ 2023 સુધી આ જવાબદારી નિભાવશે.

જ્યારે ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલી બાદ હવે રોહિત શર્મા ની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ તેણે ટીમમાં ઘણા બધા ફેરફારો કર્યા છે. ટીમના સિનિયર ખેલાડીઓને આરામ આપી યુવા ખેલાડીઓને તેણે ટીમમાં તક આપી છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે રોહિત શર્મા આવેશ ખાન, વેંકટેશ ઐયર અને રુતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે.

રોહિત શર્મા આઇપીએલ ઇતિહાસનો સૌથી સફળ કેપ્ટન છે. તેથી તેને ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કમાન સોંપવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, રોહિત શર્માના બનતાની સાથે જ તેણે ઘણા બધા સીનિયર ખેલાડીઓની ટીમમાંથી છુટ્ટી કરી દીધી છે. જેમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું નામ પણ સામેલ છે.

રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ તેણે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ટીમમાંથી છુટ્ટી કરી દીધી છે. વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સીરીઝમાં રમતો નજરે નહીં આવે. આ ઉપરાંત ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને પણ તેણે ટીમમાંથી બહાર કરી દીધા છે.

ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ માટે ટીમમાં યુવા ખેલાડીઓના વધારે સ્થાન આપવામાં આવ્યા છે. કારણ કે આગામી વર્ષે ફરી એક વખત ઓસ્ટ્રેલિયામાં ટી 20 વર્લ્ડકપ યોજાવાનો છે. જેને ધ્યાનમાં લઇને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *