કેપ્ટન બનતાની સાથે જ રોહિત શર્માએ આ ત્રણ ઘાતક ખેલાડીઓના પત્તા કાપી નાખ્યા…
ટી 20 વર્લ્ડકપ 2021 માં ભારતને પહેલી બંને મેચોમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની મેચ સામે ભારતના તમામ ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. જેના કારણે ભારતને સેમીફાઇનલમાં પણ સ્થાન મેળવી શક્યું નહીં. સતત ખરાબ પ્રદર્શનના કારણે ભારતના ખેલાડીઓને સોશિયલ મીડિયા પર ચાહકોએ ટ્રોલ કર્યા હતા.
ટી 20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલીએ ટી 20 ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડી દીધી છે. ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ માટે કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. તેની સાથે ભારતના નવા હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ ટીમમાં ઘણા ફેરફારો કર્યા છે.
રોહિત શર્મા કેપ્ટન બન્યા બાદ તેણે ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફાર કર્યા છે. નવદીપ સૈની ભારતના ત્રણેય ફોર્મેટમાં સ્થાન ધરાવતો ખેલાડી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી તેને તક ન મળવાને કારણે ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ તેણે ફાસ્ટ બોલર નવદીપ સૈનીનું પત્તું ટીમ માંથી કાપી નાખ્યું છે.
વોશિંગ્ટન સુંદર વિરાટ કોહલીની સૌથી નજીકનો ખેલાડી હતો. વોશિંગ્ટન સુંદર અને વિરાટ કોહલી આઇપીએલ ફ્રેન્ચાઇઝી આરસીબી માટે એક સાથે રમે છે. ભારતના ત્રણેય ફોર્મેટમાં તેનું સ્થાન હતું. પરંતુ રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ તેણે વોશિંગ્ટન સુંદરને ટીમ માંથી આઉટ કરી દીધો છે. તેના સ્થાને રોહિત શર્મા હવે આગામી મેચોમાં કૃણાલ પંડ્યાને ટીમમાં સ્થાન આપી શકે છે.
રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ વરુણ ચક્રવર્તીએ પોતાનું સ્થાન ગુમાવ્યું છે. ટી 20 વર્લ્ડ કપમાં તેનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. વિરોધી ટીમ સામે તે વિકેટ લેવામાં પણ નિષ્ફળ રહ્યો હતો. રોહિત શર્માએ તેનું પત્તું ટીમમાંથી કાપી નાખ્યું છે. તેના સ્થાને રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આગામી સમયમાં રોહિત શર્માને વનડે ફોર્મેટમાં પણ કેપ્ટનશીપ મળી શકે છે. અત્યાર સુધીમાં રોહિત શર્મા આઇપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સને 5 વખત ચેમ્પિયન બનાવી ચુક્યો છે. ભારતીય ટીમ નવા કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળ ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ રમશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ટી 20 મેચ 17 નવેમ્બરના રોજ રમાશે.