ધોની મેન્ટર બનતાની સાથે જ આ મેચ વિનર ખેલાડીની ટીમ ઇન્ડિયામાં થઇ એન્ટ્રી…

આઇસીસી ટી 20 વર્લ્ડકપ 2021 ની શરૂઆત 17 ઓક્ટોબરથી થઇ ગઇ છે, પરંતુ સુપર 12ની મેચો 23 ઓક્ટોબરથી શરૂ થશે. ટી 20 વર્લ્ડકપ 2021 માટે બીસીસીઆઇએ ઘણા સમય પહેલાં જ ટીમ ઇન્ડિયાની જાહેર કરી દીધી હતી. ત્યાર તેમાં એક બદલાવ પણ કરવામાં આવ્યો હતો.

આ વર્ષે ટીમ ઇન્ડિયામાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. તેનું એક કારણ આઇપીએલ પણ હોઇ શકે છે કારણકે આઇપીએલ 2021 માં યુવા ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કરી સૌના મન મોહી લીધા હતા.

આઇસીસી ટી 20 વર્લ્ડકપ 2021 માટે ટીમ ઇન્ડિયાના મેન્ટર તરીકે મહેન્દ્રસિંહ ધોનીની પસંદગી કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાની જાહેરાત કર્યા બાદ તેમાં એક બદલાવ કરવામાં આવ્યો હતો. અક્ષર પટેલના સ્થાને સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરની પસંદગી કરવામાં આવી હતી.

તમને જણાવી દઇએ કે, આ બદલાવ એમએસ ધોનીના મેન્ટર બન્યા બાદ કરવામાં આવ્યો હતો. શાર્દુલ ઠાકુરને અગાઉ ટી 20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાના સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ આઇપીએલ 2021 માં તેના શાનદાર પ્રદર્શનને જોતાં તેને 15 સભ્યોની મુખ્ય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જેના કારણે અક્ષર પટેલ હવે અનામત ખેલાડી બની ગયો છે. ટીમ ઇન્ડિયામાં આ બદલાવ બાદ માઇકલ વોનનું એક નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે, શાર્દુલ ઠાકુરમાં ઇંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ઇયાન બોથમની ઝલક જોવા મળે છે.

માઇકલ વોને કહ્યું કે, શાર્દુલ ઠાકુરના હાથમાં જ્યારે બોલ હોય છે ત્યારે તે વસ્તુઓ બદલે છે. તેણે ટેસ્ટ સિરીઝમાં અને આઇપીએલમાં આ કામ કરી બતાવ્યું છે. આઇપીએલમાં સ્ટમ્પની પાછળ ટીમ ઇન્ડિયાના મેન્ટર મહેન્દ્રસિંહ ધોની હતા. તે તેના નેતૃત્વમાં રમતો હતો. તેથી માઇકલ વોનને લાગે છે કે મહેન્દ્ર સિંહ ધોનીના કહેવા પર શાર્દુલ ઠાકોરને ટી 20 વર્લ્ડકપમાં સામેલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *