એકબીજાથી અલગ થયા અનુષ્કા અને વિરાટ, ખુદ અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને જણાવ્યું કે…

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. ત્યારબાદના આ બંને સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે અને હવે આ બંને વચ્ચે અંતર વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

અનુષ્કા શર્મા અને તેના પતિ વિરાટ કોહલી વચ્ચે અંતર આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ખુદ અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેણે આ અંગેની માહિતી આપી હતી.

આ બંને વચ્ચે અંતરનું કારણ ક્વોરેન્ટાઇન છે. વાસ્તવમાં અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલીને ટી 20 વર્લ્ડકપમાં પ્રોત્સાહિત કરવા દુબઈ પહોંચી તો ગઈ પરંતુ તેને થોડા દિવસો માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. આવી સ્થિતિમાં અનુષ્કાએ વિરાટની કેટલીક તસવીરો શેર કરીને પોતાની હાલત જણાવી છે.

ટી 20 વર્લ્ડકપનું આયોજન ભારતમાં થવાનું હતું પરંતુ કોરોનાવાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આ વર્ષે ટી 20 વર્લ્ડકપનું આયોજન યુએઈ અને ઓમાન ખાતે કરવામાં આવ્યું છે. જેના માટે ટીમ ઈન્ડિયા હાલ યુએઈ ખાતે પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પ્રોત્સાહિત કરવા માટે તેની પત્ની અનુષ્કા શર્મા પણ યુએઈ ખાતે પહોંચી છે. પરંતુ તેને નિયમોને આધીન થોડાક દિવસો માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે.

આવી સ્થિતિમાં અનુષ્કાએ વિરાટની તસવીરો શેર કરી પોતાની હાલત જણાવી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દુબઇ હોટલની કેટલીક તસવીરો શેર કરી છે. અનુષ્કા દુબઈની હોટલમાં ક્વોરેન્ટાઇન થઈ છે. અનુષ્કાની પોસ્ટમાં, વિરાટ કોહલી અભિનેત્રીને બાલ્કનીમાં અને હોટલની લોન પર ઉભો રહી ‘હાય’ કરતો જોવા મળી રહ્યો છે.

વિરાટ કોહલી અભિનેત્રીને બાલ્કનીમાં અને હોટલની લોન પર ઉભો રહી ‘હાય’ કરતો જોવા મળ્યો હતો.

અનુષ્કાએ વિરાટની તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, ‘આ બે કેપ્શન વચ્ચે પસંદગી કરી શકતી નથી કે Quarantine makes the heart fonder & Love in the time of bubble life ઓહ, તમે સમજી ગયા!’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *