શ્રીલંકા સામેની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન અને કોના પત્તા કપાયા…

હાલ ભારતીય ટીમ ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝનો સામનો કરી રહી છે. જેમાં ભારતીય ટીમે પ્રથમ બંને મેચો જીતીને ટી-20 સિરીઝ પર કબજો કરી લીધો છે અને હવે ભારતીય ટીમ આ સિરીઝ બાદ 24 ફેબ્રુઆરીથી શ્રીલંકા સામે ટકરાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી-20 સિરીઝ અને બે મેચોની ટેસ્ટ સિરીઝ રમાવવાની છે. જેને લઇને બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં પણ ઘણા બધા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે જ્યારથી રોહિત શર્મા કાયમી કેપ્ટન બન્યો છે ત્યારથી ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી. જેને લઇને બીસીસીઆઇ દ્વારા રોહિત શર્માને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા હવે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બની ગયો છે.

શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને આરામ આપવામાં આવ્યો છે. આપ બંને ખેલાડીઓ છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમ સાથે જોડાયેલા હતા. તેથી બંને ખેલાડીઓ બાયો બબલ છોડીને વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20 પહેલા પોતાના ઘરે ચાલ્યા ગયા છે. તેથી બંને સીધા ટેસ્ટ સિરીઝમાં પરત ફરશે.

શ્રીલંકા સામે રમાનારી ટેસ્ટ અને ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટેસ્ટ ટીમની વાત કરીએ તો ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓ ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે ટીમમાંથી રજા આપવામાં આવી છે. ચીફ સિલેક્ટર ચેતન શર્માએ કહ્યું કે આ સિરીઝ માટે આ બંને દિગ્ગજ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી નથી. તેમને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની પરવાનગી આપવામાં આવી છે અને જો તે સારું પ્રદર્શન કરશે તો તેને ફરીથી ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવશે.

શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ માટે રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, દિપક હુડા, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઇ, સંજુ સેમસન, હર્ષલ પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આવેશ ખાનની પસંદગી કરવામાં આવી છે.

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હનુમાન વિહારી, શુભમન ગિલ, રિષભ પંત, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ સૌરભ કુમારની પસંદગી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *