વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…
ભારતીય ટીમે તાજેતરમાં સેન્ચુરીયન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકા સામે ભવ્ય વિજય મેળવ્યો છે. ત્રણ મેચોની આ ટેસ્ટ સિરીઝમાં ભારતે 1-0ની લીડ મેળવી છે. ભારતીય ટીમ આ ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચી શકે છે. ત્રણ ટેસ્ટ મેચો પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી ત્રણ વન-ડે મેચોની સિરીઝ શરૂ થશે.
આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે. લાંબા સમયથી ઇજાને કારણે બહાર થયેલા ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કયા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
વન-ડે સિરીઝ માટે ભારતીય યુવા બેટ્સમેન કેએલ રાહુલને કેપ્ટન તરીકેની જવાબદારી સોપવામાં આવી છે. આ ઉપરાંત ઘણા લાંબા સમયથી બહાર રહેલા શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડને પણ આ સિરીઝમાં તક આપવામાં આવી છે. ત્યારબાદ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટકીપર તરીકે રિષભ પંત અને ઇશાન કિશનને સામેલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ઘણા લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર અને વેંકટેશ ઐયરને આ સિરીઝમાં તક આપવામાં આવી છે. આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે સ્પિનરો તરીકે યુજવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન અને વોશિંગ્ટન સુંદરની પસંદગી કરવામાં આવી છે. આ તમામ સ્પિનરોને વન-ડે સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યા છે.
આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે ફાસ્ટ બોલરની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, પ્રસિદ્ધ ક્રિષ્ના, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજને પસંદ કરવામાં આવ્યા છે. આ તમામ ફાસ્ટ બોલરો આફ્રિકાના બેટ્સમેનો પર ભારી પડશે. ત્યારબાદ ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ઘણા ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હોવાથી તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. રવિન્દ્ર જાડેજા પણ ઘણા સમયથી ઇજાને કારણે બહાર રહ્યો છે. આ ઉપરાંત મયંક અગ્રવાલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી જેવા ખેલાડીઓને આ સિરીઝમાં સામેલ કરવામાં આવ્યા નથી. ભારતીય ટીમ કેએલ રાહુલની કેપ્ટનશીપ હેઠળ આફ્રિકા સામે ત્રણ વન-ડે મેચોની સીરીઝ જીતવા પ્રયત્ન કરશે.