વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, લાંબા સમય બાદ આ ઘાતક બોલરની થઇ વાપસી…
વેસ્ટ ઇન્ડીઝ સામેની વન ડે અને ટી 20 સિરીઝ શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની વન ડે અને ટી 20 સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સિરીઝ માટે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની વાપસી થઇ છે. આ સિવાય ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન ડે અને ટી 20 સિરીઝ દરમિયાન આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની વન ડે સિરીઝની પસંદગી બાદ સૌથી મોટો ઝટકો ભારતીય ટીમના સિનિયર સ્પિનર રવિચંદ્રન અશ્વિને લાગ્યો છે. કારણ કે તેણે હાલમાં જ આફ્રિકા સામેની વન ડે સિરીઝમાં વાપસી કરી હતી. પરંતુ તેને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે અને તેના સ્થાને આ બોલરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
રવિચંદ્રન અશ્વિનના સ્થાને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન ડે સિરીઝમાં કુલદીપ યાદવને સામેલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે કુલદીપ યાદવે તેની છેલ્લી વન ડે મેચ 20 જુલાઇ 2021ના રોજ શ્રીલંકા સામે રમી હતી. ચાઇનામેન બોલર કુલદીપ યાદવ તેની જાદુઇ બોલિંગ માટે દુનિયાભરમાં જાણીતો છે.
કુલદીપ યાદવ ભારતીય ટીમ માટે ઘણી મેચ પોતાના દમ પર જીતી છે. આ ઘાતક સ્પિનરને ટી-20 વર્લ્ડ કપ 2021માં સામેલ કરવામાં નહોતો આવ્યો. તેણે છેલ્લા 6 મહિનાથી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તેણે છેલ્લી મેચ શિખર ધવનની કેપ્ટનશીપ હેઠળ શ્રીલંકા સામે રમી હતી. ત્યાર બાદ હવે તેને રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમમાં સ્થાન મળ્યું છે.
તમને જણાવી દઇએ કે કુલદીપ યાદવ જ્યારે પોતાની લયમાં હોય છે. ત્યારે તે કોઇપણ બેટિંગ ઓર્ડરને તોડી શકે છે. તેનો બોલ રમવો કોઇ પણ બેટ્સમેન માટે સરળ નથી. કુલદીપ યાદવ આઇપીએલમાં કેકેઆર તરફથી રમે છે. પોતાની ઇજાના કારણે તે આઇપીએલ 2021માંથી બહાર થઇ ગયો હતો. કુલદીપ યાદવે ભારત માટે અત્યાર સુધીમાં 21 ટી-20 મેચમાં 39 વિકેટ, 65 વન-ડે મેચમાં 107 વિકેટ અને 8 ટેસ્ટ મેચમાં 26 વિકેટ ઝડપી છે.