ક્રિકેટ જગતમાં શોકનો માહોલ, આ યુવા ભારતીય ખેલાડીનું હાર્ટ એટેકથી થયું નિધન…
ભારતીય અંડર-19 ટીમના પૂર્વ કેપ્ટનનું હાર્ટ એટેકથી નિધન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તેમણે 29 વર્ષની નાની વયે દુનિયાને અલવિદા કહી દીધી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, આ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેમણે શાનદાર સદી ફટકારી હતી. આ ઉપરાંત તેણે સૌરાષ્ટ્ર માટે નોંધપાત્ર રમત રમી હતી. પરંતુ 15 ઓક્ટોબરના રોજ તેને એટેક આવ્યો હતો અને તેના કારણે તેનું નિધન થયું છે.
આ ક્રિકેટરનું નામ અવિ બારોટ છે. અવી બારોટ એક વિકેટકીપર બેટ્સમેન હતો અને તેનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. તેમણે તેમના કરિયરમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ, 38 લિસ્ટ એ મેચ અને 20 ડોમેસ્ટીક T-20 મેચ રમી હતી.
તેણે ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં 1547 રન અને એ-ગેમ્સમાં 1030 રન કર્યા હતા. આ ઉપરાંત તેણે T-20ની એ-ગેમ્સમાં 717 રન નોંધાવ્યા હતા. તે એક વિસ્ફોટ ખેલાડી હતો. તેણે ઘરેલુ T20માં 38ની સરેરાશ અને 146 સ્ટ્રાઇક રેટથી એક સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી.

અવિ બારોટના નિધનની જાણકારી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આપવામાં આવી હતી.
એસોસિએશને આ અંગેની માહિતી આપતા કહ્યું કે, તેના કરિયારમાં હરિયાણા અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા અવિ બારોટનું શુક્રવારના રોજ હાર્ટ એટેકથી નિધનના સમાચાર ખરેખર દુ:ખદ સાથે આઘાતજનક છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તેના નિધનથી આઘાતમાં છે.