આ વિસ્ફોટક ખેલાડી ઇજાગ્રસ્ત થતા રોહિતની સાથે ધોનીને પણ લાગ્યો મોટો ઝટકો…

ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં આવ્યા બાદ ભારતીય ટીમ સતત જીત મેળવી રહી છે. તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની તમામ મેચોમાં ભારતીય ટીમે જીત મેળવી છે. હવે ભારતીય ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ અને બે મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ બંને સિરીઝમાં ભારતીય ટીમ જીત મેળવવા માટે મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાને ઉતરશે.

બીસીસીઆઇ દ્વારા આ બંને સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આ સિરિઝમાં સામેલ કરવામાં આવ્યા છે. જસપ્રીત બુમરાહને ફરીથી વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય ઘણા બધા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી-20 સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો આ વિસ્ફોટોક ખેલાડી ઇજાગ્રસ્ત થવાના કારણે શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાંથી બહાર થયો છે. છેલ્લા ઘણા સમયથી આ ખેલાડી ભારતીય ટીમ માટે મેચવિનર સાબિત થતો હતો. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20 મેચ દરમિયાન ભારતીય ખેલાડી દીપક ચહર હેમસ્ટ્રિંગના તણાવને કારણે ઇજાગ્રસ્ત થયો હતો. તે પોતાની ઓવરનો છેલ્લો બોલ પણ ફેંકી શક્યો ન હતો અને ઇજા ગંભીર હોવાને કારણે તે મેચમાંથી બહાર થયો હતો. ત્યારબાદ હાલમાં મળેલા અહેવાલ અનુસાર તે શ્રીલંકા સામેની સમગ્ર સિરીઝમાંથી બહાર થયો છે.

દીપક ચહર બહાર થવાના કારણે ભારતીય ટીમને ઘણું નુકસાન થયું છે. કેપ્ટન રોહિત શર્મા શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં આ ખેલાડીની ખોટ અનુભવશે. આ ઉપરાંત આઇપીએલમાં તેને ચેન્નઇ સુપરકિંગ્સ દ્વારા 14 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. જો આ ખેલાડી લાંબા સમય સુધી બહાર રહેશે તો તે આઇપીએલમાં રમી શકશે નહીં. આવી સ્થિતિમાં મહેન્દ્રસિંહ ધોનીને પણ મોટો ઝટકો લાગી શકે છે.

ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી દીપક ચહર છેલ્લા ઘણા સમયથી બોલિંગ ઉપરાંત ઘાતક બેટિંગ કરી રહ્યો હતો. તે એક સારા ફિનીશર તરીકે ઉભરી આવ્યો છે, પરંતુ તાજેતરમાં ઇજાગ્રસ્ત થવાના કારણે પાંચ થી છ અઠવાડિયા સુધી બહાર રહી શકે છે. દિપક ચહરના સ્થાને અન્ય ખેલાડીને ભારતીય ટીમમાં તક આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *