રાહુલની સાથે આ બે ઘાતક ખેલાડીઓ લખનઉની ટીમ સાથે જોડાયા, એક નામ છે ચોંકાવનારું…

ઇન્ડિયન પ્રીમિયર લીગની આ 15મી સિઝનમાં ટોટલ 10 ટીમો લીગમાં જોવા મળશે. અમદાવાદ અને લખનઉ બે નવી ટીમો આ વર્ષે જોડાશે. આઇપીએલ 2022 પહેલા 11, 12 અને 13 ફેબ્રુઆરીએ ભવ્ય મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. જૂની બધી ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લીસ્ટ જાહેર કર્યા છે.

ગોયંકા ગ્રુપ દ્વારા લખનઉની ટીમને 7090 કરોડમાં ખરીદવામાં આવી છે. અગાઉ આ ગ્રુપે 2016 અને 2017માં રાઇઝિંગ પુણે જાયન્ટ્સ ટીમ પણ ખરીદી હતી. આ ઉપરાંત CVC કેપિટલે અમદાવાદની ટીમને 5166 કરોડમાં ખરીદી છે. બીસીસીઆઇ દ્વારા આ બંને ટીમોને 22 જાન્યુઆરી પહેલા ત્રણ ત્રણ ખેલાડીઓની યાદી જાહેર કરવા જણાવવામાં આવ્યું હતું.

એક અહેવાલ અનુસાર લખનઉની ટીમે ભારતના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલને 15 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. પંજાબ કિંગ્સે આ ખેલાડીને રીટેન્શન લિસ્ટમાંથી બહાર કર્યો હતો. ઘણા લાંબા સમયથી કેએલ રાહુલ સાથે લખનઉ ટીમની વાતચીત ચાલી રહી હતી. અંતે ટીમે ઓફિશિયલ જાહેરાત કરી છે. આ ઉપરાંત રાહુલ ટીમનો કેપ્ટન બની શકે છે.

કેએલ રાહુલની સાથે લખનઉએ સ્ટોઇનીસને 11 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. સ્ટોઇનીસે દિલ્હી કેપિટલ્સ માટે છેલ્લી ત્રણ સિઝનમાં જોરદાર રમત બતાવી હતી. પરંતુ તેને દિલ્હી કેપિટલ્સ દ્વારા જાળવી રાખવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં લખનઉની ટીમે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તેણે આઇપીએલમાં 56 મેચોમાં 914 રન બનાવ્યા અને 30 વિકેટ પણ ઝડપી છે.

આ ઉપરાંત રવિ બિશ્નોઇને લખનઉની ટીમે ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ ખેલાડીએ આઇપીએલની 23 મેચમાં 24 ખેલાડીઓને આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. રાહુલની જેમ પંજાબ કિંગ્સે રવિ બિશ્નોઇને પણ જાળવી રાખ્યો નથી. આવી સ્થિતિમાં પંજાબ કિંગ્સમાંથી આ બે ખેલાડીઓ લખનઉ ટીમ સાથે જોડાયા છે.

લખનઉ સાથે નવી આવેલી અમદાવાદની ટીમે હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ વર્ષે પણ આઇપીએલની શરૂઆત માર્ચ-એપ્રિલમાં થશે. તાજેતરમાં બીસીસીઆઇ દ્વારા આઇપીએલ ટાઇટલ સ્પોન્સરશીપ ચીની કંપની વિવો પાસેથી છીનવીને ભારતીય કંપની ટાટાને આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *