આકાશ દીપ બન્યો દિલદાર, કહ્યું- મેં ભલે 3 વિકેટ લીધી પરંતુ આ ભારતીય ખેલાડી છે અસલી ગેમ ચેન્જર…

ભારતીય ક્રિકેટ ટીમ આજે ઇંગ્લેન્ડ સામે રાંચી ખાતે ચોથી ટેસ્ટ મેચ રમતી જોવા મળી છે. આ મેચનો પ્રથમ દિવસ તાજેતરમાં પૂર્ણ થઈ ચૂક્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ બંને ટીમોના તમામ ખેલાડીઓ દ્વારા શરૂઆતના પ્રથમ દિવસે જ દબાણ બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. હાલમાં બંને ટીમો સમાન અંતરથી આગળ ચાલી રહી છે. પ્રથમ દિવસ બાદ આકાશ દીપે એક મહત્વપૂર્ણ બાબત જણાવી છે.

પ્રથમ દિવસની વાત કરીએ તો ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે પ્રથમ દિવસ દરમિયાન 7 વિકેટે 302 રનનો મોટો સ્કોર બનાવ્યો છે. હજુ પણ તેઓ ઘણા રન બનાવી શકે છે. આ પ્રથમ દિવસ દરમિયાન ભારતીય ટીમના બોલરો ઘણા સફળ સાબિત થયા છે. ડેબ્યૂ કરેલ સ્ટાર બોલર આકાશ દીપે આજે 3 વિકેટ લીધી હતી અને ગેમ પલટો કર્યો હતો છતાં પણ તેણે પોતાના નહીં પરંતુ આ ખેલાડીના વખાણ કર્યા છે.

આકાશ દીપે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે મેં આજે ભલે 3 વિકેટ લીધી પરંતુ આ ભારતીય ખેલાડી અસલી ગેમ ચેન્જર છે. તેના કારણે જ ગેમ પલટો થયો હતો. તેના સતત દબાણના કારણે ભારતીય ટીમને ઘણો મોટો ફાયદો થયો છે. તેઓ પાસેથી હું ઘણો શીખી રહ્યો છું. તેના કારણે જ આજે ગેમ ચેન્જ થાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સુપર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે આકાશ દીપે તાજેતરમાં જાડેજા અને અશ્વિન વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું હતું કે જાડેજા અને અશ્વિને આજે બંનેએ 1-1 વિકેટ લીધી છે. આ ઉપરાંત તે બંનેના કારણે ઘણું દબાણ જોવા મળ્યું હતું. મારી 3 વિકેટ મહત્વની નથી પરંતુ આ બંનેની બોલિંગ ઘણી મહત્વની છે. આ પહેલા પણ તેઓ ઘણા કમાલ કરી ચૂક્યા છે. હજુ બીજા દિવસે પણ તેઓ વિકેટ લઈ શકે છે.

આકાશ દીપે વધુમાં જણાવ્યું કે સિરાજે પણ આજે બે વિકેટ લીધી છે અને ઇંગ્લેન્ડની ટીમને ઝટકા આપ્યા છે. ભારતીય ટીમની બોલિંગ લાઇન હાલમાં ઘણી કડક જોવા મળી છે. રાહુલ દ્રવિડ હાલમાં તમામ ખેલાડીઓ પર ચાપતી નજર રાખતા જોવા મળ્યો છે. આગામી બીજો દિવસ પણ મહત્વપૂર્ણ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *