આકાશ ચોપરાએ જાહેર કરી વર્ષ 2021ની શ્રેષ્ઠ ટેસ્ટ XI, કોહલી ની બાદબાકી, જાણો કયા ખેલાડીઓને મળ્યું સ્થાન…

ટૂંકા કરિયર બાદ ક્રિકેટમાંથી સંન્યાસ લઇને કોમેન્ટેટરમાં સફળ સાબિત થયેલા આકાશ ચોપરાએ ટીવી પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આકાશ ચોપરા કોમેન્ટ્રીની સાથે ક્રિકેટ એક્સપર્ટ પણ છે. કોમેન્ટ્રીમાં ખુબ સારું પ્રદર્શન કરનાર આકાશ ચોપરા દર વર્ષે પોતાની શ્રેષ્ઠ ટીમ બહાર પાડે છે. તે આ ટીમમાં આખા વર્ષ દરમિયાન સારુ પ્રદર્શન કરતા ખેલાડીઓનો સમાવેશ કરે છે.

આકાશ ચોપરાએ આખા વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ખેલાડીઓની ટેસ્ટ પ્લેઇંગ ઇલેવનમાં વિરાટ કોહલીને સ્થાન ન મળતા સૌ આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે. આકાશ ચોપરાની આ ટીમમાં કોહલીની સાથે ઓસ્ટ્રેલિયાના એક પણ ખેલાડીને સ્થાન મળ્યું નથી. આ સિવાય બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડીઝ, ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનના ખેલાડીઓને પણ સમાવ્યા નથી.

આખા વર્ષની શ્રેષ્ઠ ટેસ્ટ પ્લેઇંગ ઇલેવન ટીમમાં આકાશ ચોપરાએ ભારતીય વાઇસ કેપ્ટન રોહિત શર્મા અને શ્રીલંકાના દીમુથ કરુણારત્નેને ઓપનર ખેલાડી તરીકે પસંદ કર્યા છે. આ સિવાય ઇંગ્લેન્ડના કેપ્ટન રૂટને ત્રીજા નંબર પણ બેટિંગ માટે રાખ્યો છે. તેની સિવાય ત્રીજા નંબર પર બેટિંગ કરે છે કે તેઓ વિસ્ફોટક ખેલાડી દાવેદાર નહોતો. આકાશ ચોપરાના મત અનુસાર ચોથા નંબર પર યોગ્ય ખેલાડી કિવિ ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સન હોવો જોઇએ.

મહત્વની વાત એ છે કે આકાશ ચોપરાએ ટીમની સંપૂર્ણ જવાબદારી કેન વિલિયમસનને સોંપી છે. આ ઉપરાંત નંબર પાંચ પર પાકિસ્તાની બેટ્સમેન ફવાદ આલમની પસંદગી કરી છે. તો વિકેટકીપર તરીકે નંબર 6 પર ભારતીય ખેલાડીઓ રિષભ પંતની પસંદગી કરી છે. આકાશ ચોપરાએ નંબર સાત પર ઓલરાઉન્ડર ખેલાડી જેમિસનની પસંદગી કરી છે.

આકાશ ચોપરાના મત અનુસાર નંબર 8 અને નંબર 9 પર અનુક્રમે ભારતીય ખેલાડી રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલની પસંદગી કરી છે. આ બંને ખેલાડીઓ ટીમ માટે સારા સ્પિનર સાબિત થઇ શકે છે. ફાસ્ટ બોલર્સની વાત કરવામાં આવે તો નંબર 10 અને નંબર 11 પર અનુક્રમે ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન અને પાકિસ્તાનના શાહિન શાહ આફ્રિદીની પસંદગી કરી છે.

આકાશ ચોપડાએ રજૂ કરેલી શ્રેષ્ઠ ટેસ્ટ ટીમ ઓફ ધ ઇયરમાં 4 ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યું છે. જેમાં બેટ્સમેન રોહિત શર્મા, વિકેટકીપર રિષભ પંત અને બે સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે. આકાશ ચોપરાની આ ટેસ્ટ પ્લેયિંગ ઇલેવનમાં વિરાટ કોહલીને સ્થાન ન મળતા વિવાદ સર્જાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *