આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં અજિંક્ય રહાણેએ આ ઘાતક ખેલાડીનું પત્તું કાપ્યું…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચોની સીરીઝ રમાવાની છે. પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત આજે બપોરે 1:30 વાગે સેન્ચુરિયન ખાતે થવાની છે. ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ ટેસ્ટ સીરીઝ ભારતીય ટીમ માટે ઘણી અગત્યની છે કેમ કે આ પહેલા એક પણ ટેસ્ટ સીરીઝ આફ્રિકા ધરતી પર જીત્યું નથી.

આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો ઓપનિંગ જોડી તરીકે કેએલ રાહુલ અને મયંક અગ્રવાલને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી નંબર ત્રણ અને ચાર પર બેટિંગ કરવા ઉતરશે. ત્યારબાદ નંબર 5 માટે ઘણા લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી.

પ્રથમ ટેસ્ટ મેચમાં નંબર પાંચ પર અજિંક્ય રહાણે ઉપરાંત શ્રેયસ ઐયરનું નામ પણ સામેલ હતું. અજિંક્ય રહાણે છેલ્લા ઘણા સમયથી ખરાબ પ્રદર્શનમાં જોવા મળ્યો છે. પરંતુ તેના અનુભવના કારણે તેને આ સિરીઝમાં તક આપવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ બાદ તેની પાસેથી વાઇસ કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં અજિંક્ય રહાણે નંબર પાંચ પર ઉતરશે. અજિંક્ય રહાણેને તેના અનુભવના કારણે છેલ્લી તક આપવામાં આવી છે. શ્રેયસ ઐયર ની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેમ છતાં પણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહ્યો છે.

શ્રેયસ ઐયર સારા ફોર્મમાં હોવા છતાં પણ અજિંક્ય રહાણેએ તેનું પત્તું કાપ્યું છે. ત્યારબાદ વિકેટકિપર તરીકે રિષભ પંત નંબર છ પર ઉતરશે. ભારતના વાઈસ કેપ્ટન કેએલ રાહુલે કહ્યું હતું કે આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ફાસ્ટ બોલરો મેદાન પર વધારે જોવા મળશે. તેથી નંબર સાત પર શાર્દુલ ઠાકુરને સ્થાન આપવામાં આવ્યું છે.

પ્રથમ ટેસ્ટ મેચમાં નંબર 9,10 અને 11 પર મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને ફાસ્ટ બોલર તરીકે લેવામાં આવ્યા છે. આ પ્લેઇંગ ઇલેવન સાથે ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ આ ટેસ્ટ સીરીઝ જીતીને અનોખો રેકોર્ડ નોંધાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *