એડન માર્કરામે (કેપ્ટન) કહ્યું- રિંકુ સિંહ નહીં પરંતુ આ ખેલાડીથી લાગે છે ડર, અમારા માટે બની શકે છે હારનું કારણ…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ ટી-20 સિરીઝ હાલમાં પૂર્ણ થઈ છે. હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. જેમાં સૂર્યકુમાર યાદવને ફરી એક વખત કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાલમાં તમામ ખેલાડીઓ સાઉથ આફ્રિકા પ્રવાસ પર આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. આ સિરીઝ પહેલા સાઉથ આફ્રિકન કેપ્ટને એક મહત્વનું નિવેદન આપ્યું છે.

હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમમાં ઘણા નવા ચહેરોઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં મજબૂત ફિનિશર તરીકે સામેલ કરવામાં આવ્યું હતું. તેણે ઓસ્ટ્રેલિયા સામે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત મેચ પણ જીતાડી રહ્યો હતો છતાં પણ હાલમાં એડન માર્કરામે રીન્કુ સિંહને નહીં પરંતુ આ ખેલાડીને સૌથી વધુ ઘાતક ગણાવ્યો છે અને અન્ય ઘણા નિવેદન આપ્યા છે.

એડન માર્કરામે તાજેતરમાં જ કહ્યું છે કે રીન્કુ સિંહ નહીં પરંતુ આ ખેલાડીથી અમને ડર લાગે છે. તે અમારા માટે હારનું કારણ પણ બની શકે છે. તે અત્યાર સુધી ઘણી વખત અમારા પર ભારી પડી ચૂક્યો છે. તેના કારણે ઘણું નુકસાન થાય છે. તે મેદાનની ચારે બાજુ લાંબી બાઉન્ડ્રી ફટકારવા માટે જાણીતો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર બેટ્સમેન કોણ છે.

તમને જણાવી દઈએ કે એડન માર્કરામે તાજેતરમાં સૂર્યકુમાર યાદવની બેટિંગ વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું હતું કે સૂર્યકુમાર પહેલેથી ટી-20 ફોર્મેટનો બાદશાહ કહેવાય છે. તે 360 ડિગ્રી પ્લેયર તરીકે દરેક જગ્યાએ શોટ મારવા માટે જાણીતો છે. હાલમાં ઓસ્ટ્રેલિયા સામે તેણે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. આઇપીએલમાં પણ તે ઘણી વખત ધમાલ મચાવી ચૂક્યો છે. જેના કારણે જીત પણ મળે છે.

એડન માર્કરામે વધુમાં જણાવ્યું કે સૂર્યકુમાર ઉપરાંત ભારતીય ટીમ પાસે શ્રેયસ જેવા ઘણા સ્ટાર ખેલાડીઓ પણ છે. બીજી તરફ બોલિંગ લાઈનમાં પણ ઘણા નવા ચહેરાઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ સીરીઝ બંને ટીમોના ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. ટી-20 સિરીઝ બાદ ટેસ્ટ અને વન-ડે સિરીઝ પણ રમાવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *