ટોસ જીતીને રોહિતે લીધી બેટિંગ, સરફરાઝ ખાન સહિત આ 4 નવા ખેલાડીઓને આપ્યું સ્થાન…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચની ભવ્ય શરૂઆત થઈ છે. પ્રથમ બંને મેચો પૂર્ણ થયા બાદ બંને ટીમોના તમામ ખેલાડીઓ ત્રીજી મેચ જીતવા માટે શરૂઆતથી જ તનતોડ મહેનત કરતા જોવા મળ્યા છે. આ મેચ છેલ્લે સુધી કટોકટીની સ્થિતિમાં જોવા મળી શકે છે. ત્રીજી મેચની શરૂઆતમાં જ બદલાવો અંગે એક મહત્વપૂર્ણ સમાચાર પણ આપવામાં આવ્યા છે.

સમગ્ર મેચની વાત કરીએ તો ભારતીય કેપ્ટન રોહિત શર્મા દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવા કારણોસર ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરતી નજરે આવી છે. રોહિત શર્મા પહેલેથી કેપ્ટન તરીકે બદલાવો કરવા માટે જાણીતો છે. હાલમાં પણ તેણે સરફરાઝ સહિત આ 4 નવા ખેલાડીઓને સ્થાન આપ્યું છે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનને આજે પ્રથમ વખત સ્થાન આપવામાં આવ્યું છે. તે છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યો હતો. તેના નામે ઘણા મોટા રેકોર્ડ પણ છે. હાલમાં જગ્યા મળી હોવાના કારણે તેને તાત્કાલિક સામેલ કરવામાં આવ્યો છે. તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ધમાલ મચાવી શકે છે અને જીત અપાવી શકે છે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ ઝુરેલને પણ સામેલ કરવામાં આવ્યો છે. ભરતની નિષ્ફળતા બાદ હવે તેને તક આપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી તે પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. તાજેતરમાં જ તેણે ભારતીય-A ટીમ તરફથી રમીને ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં તેના માટે કાયમી સ્થાન બનાવવાની આ સારી તક રહેશે.

આ બંને ખેલાડીઓ ઉપરાંત ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ વાપસી કરવાની તક આપવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક વખત સંપૂર્ણપણે બદલાયેલી જોવા મળી છે. આ મેચ છેલ્લે સુધી ખૂબ જ અગત્ય પૂર્ણ સાબિત થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *