ટોસ જીતીને ઇંગ્લેન્ડે લીધી બેટિંગ, રોહિતે આકાશ દીપ સહિત આ 3 ખેલાડીઓને આપ્યું સ્થાન…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની ચોથી ટેસ્ટ મેચ હાલમાં રાંચી ખાતે શરૂ થઈ ચૂકી છે. છેલ્લા ત્રણ દિવસથી બંને ટીમોના તમામ ખેલાડીઓ રાંચી ખાતે આવી પહોંચ્યા હતા અને સતત પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી હતી. આ મેચ બંને ટીમોના તમામ ખેલાડીઓ માટે ખૂબ જ અગત્ય પૂર્ણ સાબિત થશે. હાલમાં એક અન્ય સમાચાર સામે આવ્યા છે.

સમગ્ર મેચની વાત કરીએ તો ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ભારતીય ટીમ હાલમાં પ્રથમ બોલિંગ કરતી જોવા મળી છે. બંને ટીમોના કેપ્ટનો દરેક મેચમાં બદલાવો કરતા જોવા મળ્યા છે. રોહિત શર્માએ પણ આ મેચમાં આ 3 નવા ખેલાડીઓને સ્થાન આપ્યું છે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો બુમરાહ ન હોવાના કારણે આ મેચમાં આકાશ દીપને સ્થાન આપવામાં આવ્યું છે. તે અત્યાર સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણી વિકેટ લઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં હાલમાં તેને ડેબ્યુ કરવાની શાનદાર તક આપવામાં આવી છે. છેલ્લા બે દિવસથી તે સતત પ્રેક્ટિસ કરતો નજરે આવ્યો હતો. બુમરાહની ગેરહાજરીમાં હાલમાં તેને સોનેરી તક મળી છે. તે ઘણો મહત્વનો સાબિત થશે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર બેટ્સમેન રજત પાટીદારને ફરી એક વખત સામેલ કરવામાં આવ્યો છે. સતત ખરાબ ફોર્મમાં હોવા છતાં ત્યારે તક આપવામાં આવી છે. આ પણ એક મહત્વપૂર્ણ બાબત ગણી શકાય છે. રાહુલ આ મેચમાં વાપસી કરવાનો હતો પરંતુ હજુ પણ સ્વસ્થ થયો નથી. જેથી પાટીદારને ફરી એક વખત મેદાને ઉતારવામાં આવ્યો છે. તેના માટે આ સારી તક ગણી શકાય છે.

આ બંને ખેલાડીઓ ઉપરાંત અક્ષરને ફરી એક વખત બહાર રાખવામાં આવ્યો છે અને કુલદીપ યાદવને તક મળી છે. કુલદીપ પહેલેથી મેચ જીતાડવા માટે જાણીતો છે પરંતુ છેલ્લી મેચમાં તેણે ખરાબ પ્રદર્શન કર્યું હતું. હાલમાં તેને પણ તક મળી છે. આ ત્રણ ખેલાડીઓ સાથે ભારતીય જોવા મળી છે. આ મેચ કટોકટીમાં જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *