વિરાટ કોહલીએ આવી રીતે ઉડાવી શિખર ધવનની મજાક ને પછી… – જુઓ વીડિયો

ભારતના કેપ્ટન વિરાટ કોહલીને મેદાનની બહાર તેના શાનદાર અને મજાક્યા સ્વભાવ તરીકે ઓળખવામાં આવે છે. વિરાટ કોહલી હંમેશા સોશિયલ મીડિયામાં અલગ અલગ અંદાજમાં પોસ્ટ કરતો જોવા મળે છે. વિરાટ કોહલી આ વખતે સ્ટાર બેટ્સમેન એવા શિખર ધવનની બેટિંગ સ્ટાઈલની નકલ કરતો જોવા મળ્યો હતો.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટર પર શિખર ધવનની હુબહુ કોપી કરતો વીડિયો પોસ્ટ કર્યો છે. વિરાટ કોહલી અને શિખર ધવનના ચાહકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે. આ વીડિયો જોયા બાદ ચાહકો અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વિરાટ કોહલીએ ટ્વિટર પર વીડિયો શેર કરતા જણાવ્યું હતું કે આજે હું શિખર ધવનની બેટિંગની કોપી કરીશ. શિખર ધવન બેટિંગ કરતી વખતે પોતાની દુનિયામાં ખોવાઈ જાય છે. ઘણીવાર ક્રીઝના બીજા છેડેથી મેં તેને આવી રીતે જોયો છે. ત્યાર પછી તેણે વીડિયાની સાથે લખ્યું કે શીખી આ કેવું છે?

શિખર ધવનને ટી 20 વર્લ્ડકપમાં સામેલ કરવામાં આવ્યો નથી. જો કે આ વર્ષમાં શિખર ધવનનું બેટિંગ પરફોર્મન્સ ખૂબ જ સારું રહ્યું છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયા 24 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે દુબઈમાં મેચ રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે.

વિરાટ કોહલીએ આ પહેલા પણ ઘણા બધા ખેલાડીઓની સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી હતી. પ્રેક્ટિસ મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડની 7 વિકેટે હરાવ્યું છે. ભારત ટી 20 વર્લ્ડકપ માટે જબરદસ્ત તૈયારી સાથે યુએઈ પહોંચ્યું છે.

કેપ્ટન વિરાટ કોહલી પણ આ વર્લ્ડકપમાં જબરદસ્ત બેટિંગ કરશે તેવું ક્રિકેટ નિષ્ણાંતો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રોહિત શર્મા અને કે.એલ.રાહુલ જેવા દિગ્ગજ ખેલાડીઓ ઓપનિંગ કરતા જોવા મળશે. પ્રેક્ટિસ મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો પર્ફોમન્સ જોરદાર રહ્યું હતું. હવે ભારત 20 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચમાં ટકરાશે.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *