મેગા ઓક્શન બાદ CSKને ટ્રોફી જીતાડનાર આ ઘાતક ખેલાડી બનશે RCBનો કેપ્ટન…

આઇપીએલ મેગા ઓક્શન 2022 ખૂબ જ ધમાકેદાર રહ્યું છે. અમદાવાદ અને લખનઉ સહિત તમામ ટીમોએ વિશ્વભરના ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો વરસાદ કર્યો છે. દરેક ટીમોએ પોતાના જૂના ખેલાડીઓને ખરીદવા માટે પણ શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. દરેક ફ્રેન્ચાઇઝીઓએ પોતાના પસંદગી અનુસાર ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો આ ટીમ પાસે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ખૂબ જ ઘાતક ખેલાડી હોવા છતાં એક પણ ટ્રોફી જીતી શકી નથી. આ ઉપરાંત આ વર્ષે કેપ્ટન વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજને જાળવી રાખ્યા હતા. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાંથી કરવામાં આવી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગત સિઝન બાદ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. આવી સ્થિતિમાં મેનેજમેન્ટ ટીમ કેપ્ટનની શોધમાં હતી. પરંતુ આ ઘાતક ખેલાડીને ખરીદીને આ સમસ્યાનો અંત આવ્યો છે. ચેન્નઇ સુપરકિંગ્સને ટ્રોફી જીતાડનાર ખેલાડીને આરસીબીની ટીમે ખરીદ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે આરસીબીની ટીમે હરાજીમાંથી ફાફ ડુ પ્લેસીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ ખેલાડીને સાત કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. આઇપીએલની છેલ્લી સિઝન સુધી આ ખેલાડી ચેન્નઇ સુપરકિંગ્સ માટે રમતો હતો. પરંતુ હવે નવી જર્સી સાથે ટીમમાં જોવા મળશે. આરસીબીની ટીમ આ ખેલાડીને કેપ્ટન બનાવી શકે છે.

ફાફ ડુ પ્લેસી સાઉથ આફ્રિકા ટીમનો કેપ્ટન પણ રહી ચુક્યો છે. આ ઉપરાંત આઇપીએલના કરિયરની વાત કરીએ તો તેણે 100 મેચમાં 2935 રન બનાવ્યા છે. ફાફ ડુ પ્લેસીની મૂળ કિંમત બે કરોડ રૂપિયા હતી. પરંતુ આરસીબી દ્વારા ચાર ગણા રૂપિયામાં તેને ખરીદવામાં આવ્યો છે. આ ખેલાડીએ પોતાના નામે ઘણા રેકોર્ડ નોંધાયા છે.

આઇપીએલ 2022ની હરાજી પહેલા ચેન્નઇ સુપરકિંગ્સે આ ખેલાડીને જાળવી રાખ્યો નહોતો. આવી સ્થિતિમાં તેને આરસીબીની ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો છે. આ ઉપરાંત તેને કેપ્ટન પણ બનાવવામાં આવશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આ ઉપરાંત ઘણા દિગ્ગજ ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *