હાર બાદ સાઉથ આફ્રિકાના આ દિગ્ગજ ખેલાડીએ કરી નિવૃત્તિની જાહેરાત…

ભારતીય ટીમ હાલમાં ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં સાઉથ આફ્રિકાનો સામનો કરી રહી છે. આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે 113 રને મેચ જીતીને 1-0થી લીડ મેળવી લીધી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. જો ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચ જીતી જાય તો સિરીઝ પર કબજો મેળવી શકે તેમ છે.

આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઘણા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના બેટ્સમેનો અને બોલરોએ આફ્રિકાના ખેલાડીઓને નાકાબ રાખ્યા હતા. ભારતીય ખેલાડીઓએ પ્રથમ ઇનિંગ્સમાં જ દબદબો રાખ્યો હતો. પરંતુ આ સિરીઝની વચ્ચે એક ચોંકાવનારા સમાચારે સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં આફ્રિકાની હાર થઈ હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકાના આ ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ ક્રિકેટર બીજું કોઈ નહીં પરંતુ સાઉથ આફ્રિકાના સ્ટાર વિકેટકિપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક છે. ડી કોકના આ નિર્ણયે આખી દુનિયાને ચોંકાવી દીધી છે.

તમને જણાવી દઈએ કે ડી કોક આ સમયે પોતાના કરિયરના સૌથી ખતરનાક ફોર્મમાં હતો. તેણે આ નિર્ણય પાછળ એક મોટું કારણ પણ જણાવ્યું છે કે ડી કોકે તેના વધતા પરિવાર સાથે સમય વિતાવવા માટે તાત્કાલિક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ડી કોક ભારત સામેની બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાં રજા પર જવાનો હતો. પરંતુ અચાનક આવી રીતે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.

ડી કોકે વધુમાં જણાવ્યું કે મને ટેસ્ટ ક્રિકેટ ગમે છે અને મને મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું પણ ગમે છે. મેં ઘણા ઉતાર-ચઢાવ અને નિરાશા પણ માણી છે. સાઉથ આફ્રિકા માટે સફેદ બોલ ક્રિકેટ રમવા માટે ઉપલબ્ધ છું. સાઉથ આફ્રિકા માટે ડી કોક એક મજબુત ખેલાડી ગણાતો હતો અને તેની બેટિંગથી દુનિયાના સર્વ શ્રેષ્ઠ બોલર પણ ડરી જતા હતા.

ડી કોકે અચાનક આવી રીતે નિવૃત્તિની જાહેરાત કરતા ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. ભારતીય ટીમ હાલમાં ત્રણ મેચની સિરીઝમાં 1-0 થી આગળ છે. ડી કોક તાજેતરમાં ખૂબ સારા ફોર્મમાં ચાલી રહ્યો હતો. આવી સ્થિતિમાં આ ખેલાડીએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરતાં સાઉથ આફ્રિકાની ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *