આ ઘાતક ખેલાડી માટે બંધ થયા ટીમ ઇન્ડિયાના દરવાજા, હવે નહીં મળે સ્થાન…
હાલમાં ભારતીય ટીમે સેન્ચુરીયન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાને 113 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો છે. સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં ટેસ્ટ મેચ જીતનારી ટીમ ઇન્ડિયા એશિયાની પ્રથમ ટીમ બની છે. આ ઐતિહાસિક જીતની પાછળ ભારતના તમામ ખેલાડીઓએ ખૂબ મહેનત કરી હતી. વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે આ રેકોર્ડ નોંધાવ્યો છે.
આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા હતા. પ્રથમ ટેસ્ટ મેચમાં અનુભવી ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પ્રથમ મેચની પ્રથમ ઇનિંગમાં જ ભારતીય ખેલાડીઓએ આફ્રિકા પર દબદબો રાખ્યો હતો. ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને આફ્રિકા ધરતી પર પ્રભુત્વ જમાવ્યું હતું.
ભારતીય ટીમમાં પ્રવેશવા માટે ખેલાડીઓ વચ્ચે સતત સ્પર્ધા ચાલતી હોય છે. આવી સ્થિતિમાં ખરાબ ફોર્મના કારણે ઘણા ખેલાડીઓને બહાર જવું પડે છે. આજે ભારતીય ટીમના એક એવા ખેલાડીની વાત કરીએ કે જેની કારકિર્દી ખતમ થવા તરફ જઇ રહી છે. છેલ્લા ઘણા સમયથી નાકાબ રહેલો આ ખેલાડી ટીમમાંથી બહાર રહ્યો છે.
તમને જણાવી દઇએ કે આ ખેલાડી ઇશાંત શર્મા છે. ઇશાંત શર્માની ટેસ્ટ કારકિર્દી લગભગ સમાપ્ત થઇ ગઇ છે. આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં આ સિનિયર ફાસ્ટ બોલરને ટીમ ઇન્ડિયામાંથી બહાર બેસવું પડ્યું હતું. આ ઉપરાંત ભારતમાં ફાસ્ટ બોલર તરીકે મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની આ ત્રિપુટીને તક આપવામાં આવી હતી.
ઇશાંત શર્માને પ્લેઇંગ ઇલેવન માંથી બહાર કર્યા બાદ હવે સ્પષ્ટ થઇ ગયું છે કે તેની જગ્યા ટીમ ઇન્ડિયામાં રહી નથી. ગત ઇંગ્લેન્ડના પ્રવાસ બાદથી અત્યાર સુધી ઇશાંત શર્માને ત્રણ ટેસ્ટ મેચમાં માત્ર પાંચ વિકેટ મળી છે. ઇશાંત શર્માએ 100થી વધુ ટેસ્ટ મેચ રમી છે. પરંતુ હાલમાં તેનું પ્રદર્શન સતત ખરાબ જોવા મળી રહ્યું છે.
ટીમ ઇન્ડિયામાં હાલમાં શમી, બુમરાહ અને સિરાજ જેવા બોલર સારુ પ્રદર્શન કરતા હોવાથી ઇશાંત શર્માને સ્થાન મળતું નથી. ઇશાંત શર્માએ અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં 311 વિકેટ લીધી છે. તેણે 2007માં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ઉપરાંત ઇશાંત શર્માને 2016 પછી વન-ડે મેચમાં પણ તક મળી નથી.