હાર બાદ ફાટી નીકળ્યો રોહિત શર્માનો ગુસ્સો આ ગુજરાતી ખેલાડીને જાહેરમાં ગણાવ્યો હારનું કારણ…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. જેની પ્રથમ મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સમગ્ર મેચની વાત કરીએ તો ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ઈનિંગમાં ઇંગ્લેન્ડની ટીમ માત્ર 246 રન બનાવી શકી હતી. જ્યારે પ્રથમ ઈનિંગ બાદ ભારતીય ટીમે ઘણી મોટી લીડ મેળવી લીધી હતી.

પ્રથમ ઈનિંગ બાદ ભારત પાસે 190 રનની લીડ હતી. પરંતુ ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં 420 રન બનાવી ફરી એક વખત મોટી લીડ મેળવી હતી. જેના કારણે ભારતને ચોથી ઇનિંગમાં 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં ભારતીય ટીમ 202 રનમાં થઈ ગઈ હતી. જેના કારણે ભારતને 28 અને હારનો સામનો કરવો પડ્યો છે.

તમને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડ તરફથી બીજી ઇનિંગમાં ઓલી પોપે 196 રનની જબરદસ્ત ઈનિંગ રમીને ઇંગ્લેન્ડની ટીમને એક મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. જેના કારણે ઇંગ્લેન્ડની ટીમ મેચ જીતી શકે છે. ઓલી પોપે 196 રન બનાવીને ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કર્યા છે અને આ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ જીતી તેનો શ્રેય પણ ઓલી પોપને જાય છે.

બીજી ઈનિંગ દરમિયાન જ્યારે ઓલી પોપે બેટિંગ કરી રહ્યો હતો અને રવિન્દ્ર જાડેજા બોલિંગ કરી રહ્યો હતો ત્યારે પોપનો કેચ અક્ષર પટેલ છોડ્યો હતો. જે બાદ રોહિત શર્મા ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. આ સિવાય તમામ ખેલાડીઓ પણ નિરાશ જોવા મળ્યા હતા. જે બાદ ઓલી પોપે ઘણો મોટો સ્કોર બનાવી ઇંગ્લેન્ડની ટીમને એક મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.

મેચ હાર્યા બાદ રોહિત શર્મા ગુસ્સામાં જોવા મળ્યો હતો. તેણે કહ્યું કે આ મેચમાં અમે ઘણી બધી ભૂલો કરી છે. જેના કારણે અમારે હારનો સામનો કરવો પડ્યો છે. તેવું કહીને તેણે સીધું નિશાન ગુજરાતી ખેલાડી અક્ષર પટેલ પર સાધ્યું હતું અને કહ્યું કે એક ભૂલના કારણે અમારે જીતેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *