હાર બાદ બીજી ટેસ્ટમાં આ બે મોટા બદલાવો સાથે ઉતરશે રોહિત શર્મા, જાણો કોને મળશે સ્થાન અને કોણ થશે બહાર…

ભારતીય ટીમ હાલમાં પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લેન્ડનો સામનો કરી રહી છે. જેમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે પ્રથમ ઈનિંગ બાદ ભારતીય ટીમ પાસે 190 રનની લીડ હોવા છતાં ભારતીય ટીમને 28 રને હારનો સામનો કરવો પડ્યો છે. જે બાદ તમામ ખેલાડીઓ ખૂબ જ નિરાશ જોવા મળ્યા હતા કારણ કે ભારતીય ટીમની ફિલ્ડીંગ સાવ સાધારણ જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં ઓલી પોપે 196 રનની ઐતિહાસિક ઈનિંગ રમીને ઇંગ્લેન્ડની ટીમને એક મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. જેના કારણે ભારતીય ટીમને ચોથી ઈનિંગમાં 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં ભારતીય ટીમ 202 રનમાં ઓલઆઉટ થઈ જતા ઇંગ્લેન્ડને 28 રને જીત મળી છે.

તમને જણાવી દઈએ કે ઓલી પોપ જ્યારે 110 રનના સ્કોર પર હતો ત્યારે અક્ષર પટેલે તેનો કેચ છોડ્યો હતો. જે ભારતીય ટીમને ખૂબ જ મોંઘો સાબિત થયો છે. આવી સ્થિતિમાં હવે રોહિત શર્મા તેને ટીમમાંથી બહાર કરી શકે છે કારણ કે તેણે આ મેચમાં બોલિંગમાં કંઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. જેના કારણે આગામી બીજી ટેસ્ટ મેચમાં તેને બહાર કરી રોહિત શર્મા કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરી શકે છે.

આ સિવાય જો વાત કરવામાં આવે તો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તેણે પ્રથમ ટેસ્ટ મેચમાં એક પણ વિકેટ ઝડપી નથી. આ સિવાય જો વાત કરવામાં આવે તો તે કઈ ખાસ રીધમમાં જોવા મળી રહ્યો નથી. જેના કારણે તેને હવે ટીમમાંથી બહાર કરી તેના સ્થાને બીજા ખેલાડીને તક આપવામાં આવી શકે છે.

પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને હાર મળ્યા બાદ હવે રોહિત શર્મા કોઇપણ પ્રકારનું રિસ્ક લેવા માંગશે નહીં આવી સ્થિતિમાં તે હવે મોટા બદલાવો સાથે બીજી ટેસ્ટ મેચમાં મેદાને ઉતરશે. આ સિવાય જો વાત કરવામાં આવે તો ત્રીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની વાપસી થશે. આવી સ્થિતિમાં ફ્લોપ સાબિત થઈ રહેલ શુભમન ગિલ પણ ટીમમાંથી બહાર થઇ શકે છે. ત્રીજી મેચમાં ઘણા મોટા બદલાવો જોવા મળશે તે નિશ્ચિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *