હાર બાદ રિષભ પંતે કર્યો મોટો ખુલાસો, કહ્યું આ કારણે હારી ગયું ભારત…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલમાં ત્રણ મેચોની વન-ડે રમાઇ રહી છે. આ સિરીઝમાં ભારતીય ટીમને પ્રથમ બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે ભારતીય ટીમ સિરીઝમાંથી બહાર થઇ છે. આ વખતે સાઉથ આફ્રિકા પ્રવાસ પર ભારતીય ટીમ ટેસ્ટ અને વન-ડે બંને સિરીઝ જીતવામાં અસફળ રહી છે.

ભારતીય બેટ્સમેન રોહિત શર્મા સિરીઝમાંથી બહાર થયા હોવાને કારણે તેના સ્થાને કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. આફ્રિકા સામેની બીજી વનડે મેચ હારવા માટે ઘણા ખેલાડીઓ જવાબદાર સામે આવ્યા છે.

આફ્રિકા સામેની બીજી વન-ડે મેચ 21 જાન્યુઆરીના રોજ રમાઇ હતી. જેમાં ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 287 રનનો સ્કોર ઉભો કર્યો હતો. આ દરમિયાન ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે 85 રન બનાવ્યા હતા.

બીજી વનડે મેચ હાર્યા પછી રિષભ પંતે કહ્યું હતું કે પહેલી વન-ડે મેચમાં આફ્રિકાની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી અને ભારતીય ટીમે તેનો પીછો કર્યો હતો, આ મેચમાં વિકેટ લેવી સરળ હતી. પરંતુ બીજી વન-ડે મેચમાં આફ્રિકાની ટીમ રનનો પીછો કરી રહી હતી ત્યારે વિકેટ ધીમી પડી ગઈ હતી. આફ્રિકન ખેલાડીઓએ મિડલ ઓવરમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને આફ્રિકાની ટીમ રનનો પીછો કરવામાં સફળ રહી હતી.

આફ્રિકા સામેની વન-ડે સિરીઝની વાત કરીએ તો પ્રથમ વન-ડે મેચમાં સ્પીનર બોલરોને મદદ મળી રહી નહોતી પરંતુ બીજી વન-ડે મેચમાં તેઓને મદદ મળી રહી હતી, ભારત પાસે રવિચંદ્રન અશ્વિન અને યુજવેન્દ્ર ચહલ જેવા બોલરો હોવા છતાં તેઓએ જરૂરિયાત અનુસાર બોલિંગ કરી નહી. આ ઉપરાંત પંતે કહ્યું કે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા હતા અને તેઓએ પોતાનું પ્રદર્શન સુધારવું પડશે.

આફ્રિકા સામેની બીજી વન-ડે મેચમાં ભારતીય બોલરો આફ્રિકાના બેટ્સમેનોને આઉટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને આફ્રિકન ખેલાડીઓએ ટાર્ગેટનો પીછો કરીને મેચ પોતાના નામે કરી હતી. બીજી વનડે મેચ હારવાની સાથે જ ભારતીય ટીમ સમગ્ર સિરીઝમાંથી બહાર ફેંકાઇ હતી. શ્રીલંકા સામેની આગામી સિરીઝમાં ભારતીય ટીમ મોટા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *