હાર બાદ કોહલીની સાથે આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઇન્ડિયામાં થશે વાપસી…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝમાં ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં વિજય મેળવ્યો હતો. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જોહાનિસબર્ગમાં આફ્રિકાએ ભારતને સાત વિકેટે હરાવ્યું હતું. આફ્રિકન ખેલાડીઓ સામે ભારતીય ટીમ ટકી શકી નહીં.

બીજી ટેસ્ટ મેચ પહેલા કેપ્ટન વિરાટ કોહલી ઇજાગ્રસ્ત થતા તેની ગેરહાજરીમાં કેએલ રાહુલને કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. કેપ્ટન કોહલીને કમરની ઉપરનો ભાગ જકડાઇ જવાને કારણે મેચ રમી શક્યો ન હતો.

જોહાનિસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને સાત વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે 240 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને સાઉથ આફ્રિકાની ટીમે ત્રણ વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે સાઉથ આફ્રિકાએ ઇતિહાસ રચ્યો છે. ત્રીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી ફિટ થશે તો તેની સાથે આ ઘાતક ખેલાડીની એન્ટ્રી થઇ શકે છે.

આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ઉમેશ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. આફ્રિકાની પીચ ફાસ્ટ બોલરો માટે અનુકૂળ રહી છે. ઉમેશ યાદવને હજુ સુધી આ સિરીઝમાં રમવાની તક મળી નથી. આ ઉપરાંત તેની બોલિંગમાં ખુબ જ ઝડપ રહેલી છે. ઉમેશ યાદવે અત્યાર સુધીમાં ઘણી વખત ભારતીય ટીમ માટે મેચ વિનિંગ સ્પેલ ફેંક્યા છે.

બીજી ટેસ્ટ મેચ દરમિયાન મોહમ્મદ સિરાજ ઇજાગ્રસ્ત થયો હતો અને તે થોડા સમય માટે મેદાનની બહાર આવ્યો હતો. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલિંગની તમામ જવાબદારી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર પર આવી ગઇ હતી. જોકે સિરાજ મેદાનમાં પાછો ફર્યો હતો પરંતુ તેની બોલિંગમાં ધાર દેખાઇ ન હતી. તેથી તે આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં કંઇ ખાસ કમાલ કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં ઉમેશ યાદવને તક મળી શકે છે.

કેપ્ટન વિરાટ કોહલી ત્રીજી ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજના સ્થાને ઉમેશ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે. સિરાજ સંપૂર્ણ રીતે ફીટ નથી અને તેની બોલિંગ અસરકારક દેખાઇ રહી નથી. ઉમેશ યાદવ 135 થી 140 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુલલેન્થ બોલિંગ કરે છે. તેણે ભારતીય ટીમ માટે 50 ટેસ્ટ મેચોમાં 156 વિકેટ લીધી છે. આ ઘાતક ખેલાડીને તક આપવામાં આવે તો સફળ સાબિત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *