આફ્રિકા સામેની હાર બાદ રાહુલ દ્રવિડને યાદ આવ્યા આ બે ગુજરાતી ખેલાડીઓ…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે અને ત્રણ મેચોની ટી-20 સીરીઝ રમાવવાની છે. જેની શરૂઆત 6 ફેબ્રુઆરીથી થશે. આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં બીસીસીઆઇ દ્વારા કરવામાં આવશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ઘણા બધા ખેલાડીઓની વાપસી થઇ શકે છે અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓ ટીમમાંથી બહાર થશે.

ભારતીય ટીમ હાલમાં જ આફ્રિકા સામેની સિરીઝમાં હારનો સામનો કરી પરત ફરી છે. તેવામાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ ભારતીય ટીમ માટે મોટો પડકાર રહેશે. તમને જણાવી દઇએ કે આફ્રિકા પ્રવાસ પહેલા જ રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હતો. જેના કારણે આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ રાહુલ તે જવાબદારીને નિભાવવામાં અસફળ રહ્યો હતો.

આફ્રિકા પ્રવેશ પહેલા ઘણા બધા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં સૌથી મોટું નામ કેપ્ટન રોહિત શર્માનું છે. આ સિવાય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ પણ ઇજાગ્રસ્ત થયા હોવાથી આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઇ ગયા હતા. જેના કારણે ભારતીય ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં આ બધા ખેલાડીઓ વાપસી કરી શકે છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઇ ગયો હતો. જેના કારણે ટીમ ઇન્ડિયાને ઘણું બધું સહન કરવું પડ્યું હતું. પરંતુ હવે રવીન્દ્ર જાડેજા સંપૂર્ણ ફિટનેસ હાંસલ કરવાની અણી પર છે. તેથી તે વેસ્ટ ઇન્ડીઝ સામેની ઘરેલું સિરીઝમાં પરત ફરી શકે છે.

આ સિવાય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની વાત કરવામાં આવે તો તેણે કહ્યું હતું કે હું અત્યારે પહેલા કરતાં મજબૂત સ્થિતિમાં છું. હું એક ઓલરાઉન્ડર તરીકે રમવા માંગુ છું. મને ખબર નથી કે કંઇ ખરાબ થાય કે નહીં પરંતુ હું ઓલરાઉન્ડરની જેમ રમવા માટે તૈયાર થઇ રહ્યો છું હું વધુ સારું અને મજબૂત અનુભવું છું, સમય જ કહેશે કે શું થવાનું છે.

આફ્રિકા સામેની હાર બાદ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ભારતીય પ્લેઇંગ ઇલેવનનું સંતુલન બગડ્યું હતું. જેના કારણે ભારતીય ટીમની આવી ખરાબ હાલત થઇ હતી. આવી સ્થિતિમાં જો આ બંને ખેલાડીઓ ફીટ રહેશે તો રાહુલ દ્રવિડ ચોક્કસપણે તેમને ટીમમાં સામેલ કરવા ઇચ્છશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *