ટીમ ઇન્ડિયા બાદ આ ઘાતક ખેલાડી IPLમાંથી પણ થયો બહાર…

ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત 2008માં કરવામાં આવી હતી. ત્યારથી આજ સુધી ઘણા ખેલાડીઓ આ લીગમાંથી પોતાનું કરિયર મજબૂત બનાવી ચૂક્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન 26 માર્ચના રોજ શરૂ થવાની છે. આ પહેલા તમામ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ખેલાડીઓની ખરીદી કરીને ટીમો બનાવવામાં આવી છે. આ વર્ષે ટોટલ 10 ટીમો વચ્ચે મોટી જંગ થશે.

હાલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝ રમાઇ હતી. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે આ સિરીઝમાં જીત મેળવી છે. રોહિત શર્મા કેપ્ટન બન્યા બાદ ઘણા ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. શ્રીલંકા સામેની સિરીઝમાં પણ ઘણા દિગ્ગજ ખેલાડીઓ બહાર થયા હતા. આવી સ્થિતિમાં તેઓનું કરિયર જોખમમાં જોવા મળી રહ્યું છે.

આજે એક એવા ખેલાડીની વાત કરીએ કે જેને ટીમ ઇન્ડિયામાંથી બહાર થયા બાદ હાલમાં આઇપીએલમાં પણ એક પણ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો નથી. છેલ્લા ઘણા સમયથી તે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આ ઉપરાંત હવે તેની પાસે નિવૃત્તિ સિવાય કોઇ ઓપ્શન રહ્યો નથી. તો ચાલો જાણીએ આ દિગ્ગજ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે આ ખેલાડી ચેતેશ્વર પુજારા છે. હાલમાં રમાયેલી શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં તેને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી તે રન બનાવવામાં નિષ્ફળ સાબિત થવાને કારણે તેના સ્થાને યુવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી. ટીમ ઇન્ડિયામાંથી બહાર થયા બાદ હાલમાં તેને આઇપીએલમાં પણ એક પણ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો નથી.

આઇપીએલ 2021માં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી ચેતેશ્વર પુજારાને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ સમગ્ર સિઝન દરમિયાન તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી નહીં. આ ખેલાડીએ બેન્ચ પર બેસીને જ પોતાની ટીમને વિજેતા થતી જોઇ હતી. ચેતેશ્વર પુજારાએ અત્યાર સુધી આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમી ચૂક્યો છે.

ચેતેશ્વર પૂજારાએ અત્યાર સુધી ભારતીય ટેસ્ટ ટીમમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ તે ટુંકા ફોર્મેટમાં રન બનાવવામાં નિષ્ફળ ગયો છે. તે ધીમી બેટિંગના કારણે ટીમ માટે બોજ બન્યો હતો. તેને ભારતીય ટીમ બાદ આઇપીએલમાંથી પણ બાર રહેવું પડ્યું છે. આવી સ્થિતિમાં તેની પાસે નિવૃત્તિ સિવાય કોઇપણ ઓપ્શન રહ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *