ટીમ ઇન્ડિયા બાદ હવે આ ત્રણ દિગ્ગજ ખેલાડીઓને આઇપીએલમાં પણ નહીઁ મળે સ્થાન…

ટી 20 ક્રિકેટમાં હંમેશા બેટ્સમેનોનો દબદબો રહે છે. બેટ્સમેનો હંમેશા ચોગ્ગા-છગ્ગા મારીને દર્શકોનું મનોરંજન કરતા હોય છે. પરંતુ ટી 20 ક્રિકેટમાં થોડીક જ બોલોમાં મેચ પલટી જતી હોય છે. ભારતે પણ દુનિયાને સર્વશ્રેષ્ઠ ટી 20 ખેલાડીઓ આપ્યા છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોની, યુવરાજસિંહ, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ સમાવેશ થાય છે.

આઇપીએલમાં દર વર્ષે યુવા ખેલાડીઓ આવતા હોય છે અને સારું પ્રદર્શન કરીને પોતાનું કરિયર બનાવતા હોય છે. પરંતુ હવે ધીમે ધીમે કમ્પિટેશન વધી રહ્યું છે. આઇપીએલ 2022 પહેલા દરેક ફ્રેન્ચાઇઝીઓ દ્વારા પોતાના રીટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. બાકીના તમામ ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં થશે.

તમને જણાવી દઇએ કે આઇપીએલમાં ઘણા બધા ખેલાડીઓ એવા છે જે પહેલેથી જ ટીમ ઇન્ડિયામાંથી બહાર છે અને હવે આઇપીએલની ટીમ દ્વારા પણ તેમને રિટેન કરવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં આ ખેલાડીઓની ક્રિકેટ કારકિર્દી ખતરામાં જોવા મળી રહી છે. આપણે આ લેખમાં એવા ત્રણ ખેલાડીઓ વિશે વાત કરવાના છીએ જે પહેલેથી જ ટીમ ઇન્ડિયામાંથી બહાર હતા અને હવે આઇપીએલની ટીમો દ્વારા તેમને રીટેન કરવામાં આવ્યા નથી.

કેદાર જાધવે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટી 20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તે છેલ્લા ચાર વર્ષથી ભારતીય ટીમનો હિસ્સો નથી. તમને જણાવી દઇએ કે કેદાર જાધવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણું સારું પ્રદર્શન કરી બતાવ્યું હતું. તેમણે અત્યાર સુધીમાં 9 ટી 20 મેચમાં 122 રન બનાવ્યા છે. કેદાર જાદવ 2010થી આઇપીએલનો હિસ્સો છે. પરંતુ હવે આઇપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા તેને રિટેન કરવામાં ન આવતા તેની કારકિર્દી ખતરામાં મુકાઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે.

ઇશાંત શર્માની વાત કરીએ તો 2008માં તેણે વન-ડે ક્રિકેટમાં ભારત માટે ડેબ્યું કર્યું હતું. ટેસ્ટમાં પણ તેને ઘણી શાનદાર બોલિંગ કરી છે. તે 80 વન-ડે મેચમાં 115 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. 100થી વધારે ટેસ્ટ મેચ રમનાર આ ખેલાડી હાલમાં ટીમમાંથી બહાર છે. આવી સ્થિતિમાં આ ખેલાડીની કારકિર્દી જોખમમાં જોવા મળી રહી છે. દિલ્હી કેપિટલ્સે પણ તેને જાળવી રાખ્યો નથી. હવે મેગા ઓક્શનમાં ભાગ્યે જ કોઇ ટીમ આ ખેલાડીને ખરીદશે.

ભારતીય ટીમના બેટ્સમેન મનીષ પાંડેએ 2015માં ટીમ ઇન્ડિયા તરફથી વન ડે ફોર્મેટમાં ડેબ્યું કર્યું હતું. તેણે 28 વન-ડે મેચોમાં 555 રન બનાવ્યા છે. આ ખેલાડી ક્યારેય ભારતીય ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરી શક્યો નથી. તેણે એક વર્ષ પહેલા ભારત માટે છેલ્લી વનડે મેચ રમી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે તેને જાળવી રાખ્યો નથી. આવી સ્થિતિમાં મેગા ઓક્શનમાં ભાગ્યે જ કોઇ ટીમ તેના પર બોલી લગાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *