ટીમ ઇન્ડિયા બાદ આ ઘાતક ખેલાડીની IPL કારકિર્દી પણ સમાપ્ત થવાના આરે, હવે નહીં મળે સ્થાન…

ભારતીય ક્રિકેટ ટીમમાં કોઇપણ ખેલાડીને પોતાની પ્રતિભા બતાવવાની થોડી તકો આપવામાં આવે છે. આઇપીએલ અને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી ઘણા ખેલાડીઓ ભારતીય ટીમમાં દર વર્ષે પ્રવેશ કરતા હોય છે. ઘણા દિગ્ગજ ખેલાડીઓ એવા છે કે જેને ટીમમાં સમાન તકો મળે છે. પરંતુ તેઓ પ્રદર્શન કરવામાં નિષ્ફળ જતાં હોય છે.

હાલમાં ચાલી રહેલી સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. દિગ્ગજ ખેલાડીઓ ઇજાના કારણે બહાર થયા હોવાથી તેના સ્થાને યુવા ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી રહી છે. ઘણા ખેલાડીઓ આવી રીતે તક મળતા સારૂ પ્રદર્શન કરીને પોતાનું સ્થાન નિશ્ચિત કરતા હોય છે.

કોઇ પણ ખેલાડી માટે પુનરાગમન કરવા માટે આઇપીએલ પણ સારો માર્ગ છે. આ ઉપરાંત તકનો લાભ મળે તો સારું પ્રદર્શન કરીને વાપસી થઇ શકે છે. પરંતુ એક એવો ખેલાડી છે કે જે ટીમ ઇન્ડિયામાંથી બહાર ફેંકાઇ ગયો હતો. પરંતુ હવે તેને આઇપીએલમાં પણ એક પણ ટીમે જાળવી રાખ્યો નથી. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ટીમ ઇન્ડિયા અને આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા કેદાર જાદવ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આ ખેલાડી ટીમ ઇન્ડિયામાંથી પણ ઘણા સમયથી બહાર રહ્યો છે. કેદાર જાધવે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારત માટે છેલ્લી મેચ રમી હતી અને હવે કેપ્ટન વિરાટ કોહલી તેને ટીમમાં લેવાનું પસંદ કરી રહ્યો નથી.

સતત ખરાબ પ્રદર્શનના કારણે કેદાર જાધવને આઇપીએલમાંથી પણ બહાર રાખવામાં આવ્યો છે. આઇપીએલ 2021માં કેદાર જાધવ પોતાના પ્રદર્શનમાં સતત નિષ્ફળ રહ્યો હતો. તમને જણાવી દઇએ કે ચેન્નઇ સુપરકિંગ્સે પણ આ કારણે જ તેને બહાર કર્યો હતો. આવી સ્થિતિમાં તેની કારકિર્દી ખતમ થવા પર થઇ રહી છે.

કેદાર જાધવની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદે પણ આ વર્ષે ખરાબ રમત બતાવી હતી. આ ટીમ પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઇ હતી. કેદાર જાધવ એક વર્ષથી વધારે સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. ટીમ ઇન્ડિયા બાદ આઇપીએલની આગામી સિઝનમાંથી પણ આ ખેલાડી બહાર થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *