ટીમ ઇન્ડિયા બાદ આ ઘાતક ખેલાડીની IPL કારકિર્દી પણ સમાપ્ત થવાના આરે, હવે નહીં ખરીદે કોઇ પણ ટીમ…
ભારતીય ટીમ સાથે રમવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ ટીમમાં સ્થાન મળ્યા પછી પણ તેને જાળવી રાખવું તેટલું જ અઘરું હોય છે. છેલ્લા ઘણા સમયથી આઇપીએલ અને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી ઘણા ખેલાડીઓ ભારતીય ટીમમાં પ્રવેશતા હોય છે. ભારતીય ટીમમાં સારું પ્રદર્શન કરીને ઘણા ખેલાડીઓ ટીમમાં સ્થાન નિશ્ચિત કરતા હોય છે.
તાજેતરમાં જ રોહિત શર્માને વનડે અને ટી 20 ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ભારતીય હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે. આ બંને આવ્યા બાદ ભારતીય ટીમમાં ઘણા ફેરફારો થયા છે. ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે.
ભારતીય ટીમમાં ઘણા ખેલાડીઓ એવા છે કે જે લાંબા સમયથી અનુભવ ધરાવતા હોવા છતાં પણ ટીમમાંથી બહાર જોવા મળી રહ્યા છે. ભારતના એક સ્ટાર વિકેટકિપર બેટ્સમેન લાંબા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર થયો છે. તેની કારકિર્દી પર અચાનક બ્રેક લાગી ગયો હોય તેવું લાગી રહ્યું છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
ભારતીય ટીમના વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિક લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેના બેટેથી રન નીકળી રહ્યા નથી. દિનેશ કાર્તિકને ઘણા સમયથી ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. કાર્તિક આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમે છે. પરંતુ આઇપીએલ 2021માં તે એક પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં. તેણે આઇપીએલ 2021માં 16 મેચોમાં 230 રન બનાવ્યા હતા.
દિનેશ કાર્તિક તેની કારકિર્દીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. હવે તેની ઉંમરની અસર રમત પર દેખાઇ રહી છે. તેની ઉંમર 36 વર્ષની થઇ છે. આટલી ઉંમરે ઘણા ક્રિકેટરો નિવૃત્તિ લઇ લે છે. કાર્તિકે KKR ની કેપ્ટનશીપ અધવચ્ચે છોડી દીધી હતી. જેથી કરીને તે પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકે પરંતુ તેનું કંઇ પરિણામ આવ્યું નહીં. હાલમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે તેને જાળવી રાખ્યો નથી.
દિનેશ કાર્તિક ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં રમનારો ખેલાડી હતો. તેણે 2004માં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીના કારણે તે ટીમમાં જગ્યા બનાવી શક્યો નહીં. તેણે ભારત માટે 26 ટેસ્ટ મેચ, 32 ટી 20 મેચ અને 94 વનડે મેચો રમી છે. ત્રણેય ફોર્મેટમાં તેણે ત્રણ હજારથી વધુ રન બનાવ્યા છે. સતત ખરાબ ફોર્મના કારણે હવે તેની કારકિર્દી ખતમ થવા તરફ જઇ રહી છે.