50 રન બનાવીને રવિન્દ્ર જાડેજાએ (બાપુ) તલવારબાજીથી કર્યું જબરદસ્ત સેલિબ્રેશન…- જુઓ વિડિયો

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમી રહી છે. ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલ આ ટેસ્ટ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. પ્રથમ દિવસે બંને ટીમોના તમામ ખેલાડીઓ દ્વારા જબરદસ્ત પ્રદર્શન કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ મેચ રસાકસીમાં જોવા મળશે તે પણ નક્કી છે. બીજી તરફ રવિન્દ્ર જાડેજાએ હાલમાં એક મહત્વનું કાર્ય કર્યું છે.

સમગ્ર મેચની વાત કરીએ તો ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી ભારતીય ટીમ બેટિંગ કરતી જોવા મળી છે. આ મેચમાં ગીલ, યશસ્વી અને રજત પાટીદાર જેવા ખેલાડીઓ બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યા પરંતુ રોહિત અને જાડેજાએ જબરદસ્ત બેટિંગ કરી છે. તેઓએ મજબૂત ભાગીદારી બનાવી હતી. જેમાં રવિન્દ્ર જાડેજાએ હાલમાં જ 50 રન પૂર્ણ કર્યા છે.

રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં જ 97 બોલમાં પોતાના 50 રન પૂર્ણ કર્યા છે. ફીફ્ટી ફટકારતાંની સાથે જ તેને તલવારબાજીથી જબરદસ્ત સેલિબ્રેશન કર્યું હતું. આજે તેણે 5 ફોર ફટકારી છે. 50 રન પૂર્ણ કરીને તેને તલવારથી મેદાન પર ધમાલ મચાવી હતી. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થતો જોવા મળ્યો છે. હાલમાં જ તેની જ ચર્ચા ચાલી રહી હોય તેવું કહી શકાય છે.

રવિન્દ્ર જાડેજા પહેલેથી તલવારબાજીથી સેલિબ્રેશન કરવા માટે જાણીતો છે. હાલમાં તેણે ઇંગ્લેન્ડ સામે આ મહત્વનું કાર્ય કર્યું છે. ચાહકો પણ તેના આ વિડીયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઇંગ્લેન્ડના ખેલાડીઓને તેણે મોટા ઝટકા આપ્યા હોય તેવું પણ કહી શકાય છે.તો ચાલો આપણે પણ તેનો આ વિડીયો જોઈએ અને માહિતી મેળવીએ.

જુઓ વિડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *