રવિ શાસ્ત્રી બાદ આ દિગ્ગજ ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો કોચ, BCCI એ સોંપી જવાબદારી…
આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 સમાપ્ત થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે કારણ કે ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે તે ટી 20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દેશે અને ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પણ સમાપ્ત થવા જઈ રહ્યો છે જેને કારણે ટીમનો એક નવો કેપ્ટન અને કોચ મળી રહેશે.
આવતીકાલથી આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 શરૂ થવા જઇ રહ્યો છે. જેનું આયોજન યુએઈ અને ઓમાન ખાતે કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ સમાપ્ત થયા બાદ ભારતીય ટીમને એક નવા કોચની જરૂર પડશે કારણ કે ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે.
લાંબા સમયથી સોશિયલ મીડિયા પર આ સવાલ ઉઠી રહ્યો હતો કે રવિ શાસ્ત્રી બાદ ટીમ ઇન્ડિયાનો કોચ કોણ બનશે? પરંતુ હવે બીસીસીઆઈએ સ્પષ્ટ કરી દીધું છે કે રવિ શાસ્ત્રી બાદ ભારતીય ટીમનો કોચ કોણ બનશે.
આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 બાદ રાહુલ દ્રવિડ ભારતીય ટીમનો મુખ્ય કોચ બનશે. બીસીસીઆઈએ વર્લ્ડકપ 2023 સુધી રાહુલ દ્રવિડની ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે પસંદગી કરી છે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે રાહુલ દ્રવિડ સાથે લાંબી બેઠક કરી હતી. જે બાદ તેમને ભારતીય ટીમના કોચ બનવા માટે મનાવી લીધા હતા.
મળતી માહિતી મુજબ, રાહુલ દ્રવિડ ભારતીય ટીમના કોચ બનવા માટે તૈયાર છે. આનાથી વધુ સારું કંઈ હોઈ શકે નહીં. હવે અન્ય હોદ્દાઓ પર વિચાર કરવામાં આવશે જ્યારે વિક્રમ રાઠોડ બેટિંગ કોચ તરીકે ચાલુ રહેશે.
તમને જણાવી દઈએ કે, હાલ જે યુવા ખેલાડીઓ ભારતીય ટીમમાં રમી રહ્યા છે, તેમાંથી મોટા ભાગના ખેલાડીઓને રાહુલ દ્રવિડે તૈયાર કર્યા છે તેથી તેનો ફાયદો ભારતીય ટીમને થશે.