રવિ શાસ્ત્રી બાદ અનિલ કુંબલે નહીં પરંતુ આ દિગ્ગજ ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો કોચ અને ધોની બનશે…
આ વર્ષે ટી 20 વર્લ્ડકપનું આયોજન યુએઈ અને ઓમાન ખાતે કરવામાં આવ્યું છે. જે 17 ઓક્ટોબરથી શરૂ થશે. તમને જણાવી દઇએ કે, ટી 20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો થશે. કારણ કે, ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી 20 વર્લ્ડકપ બાદ સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ ટી 20 વર્લ્ડકપ બાદ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ માંથી કેપ્ટનશીપ છોડવા અંગેની જાહેરાત કરી દીધી છે.
બીસીસીઆઈએ ટી 20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. તે જ સમયે બીસીસીઆઈના એક નિર્ણય બધાને આશ્ચર્યમાં મુકી દીધા હતા. જ્યારે ટીમના માર્ગદર્શક તરીકે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પસંદગી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, ટી 20 વર્લ્ડકપ બાદ રવિ શાસ્ત્રી કોચનું પદ છોડી દેવાના છે. તેથી ટી 20 વર્લ્ડકપ બાદ ટીમ ઇન્ડિયાને એક નવો કોચ અને કેપ્ટન મળશે.
બીસીસીઆઈના પૂર્વ મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે જણાવ્યું હતું કે, રવિ શાસ્ત્રીનો મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ મુખ્ય કોચની ભૂમિકા માટે પ્રબળ દાવેદાર છે.
મહત્વનું છે કે, રવિ શાસ્ત્રી 2017 થી ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપી રહ્યા છે, અને આઈસીસી ટી 20 વર્લ્ડ કપ બાદ કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. તેની ટીમ ઇન્ડિયાને એક નવા કોચ શોધવાની જરૂર પડશે.
એમએસકે પ્રસાદે એક ન્યૂઝ ચેનલ પર કહ્યું હતું કે, મારા દિલમાં આ લાગણી હતી. મને તાજેતરમાં મારા સાથીઓ દ્વારા પડકારવામાં આવ્યો હતો કે, તે ચોક્કસ પણે રવિશાસ્ત્રીના કાર્યકાળ બાદ એમએસ ધોનીને માર્ગદર્શક તરીકે અને રાહુલ દ્રવિડને કોચ તરીકે જોશે.
તેમણે વધુમાં કહ્યું, ‘જ્યારે હું આઈપીએલ દરમિયાન કોમેન્ટ્રી કરતો હતો, ત્યારે મેં મારા સાથી કોમેન્ટેટર્સ સાથે આ ચર્ચા કરી હતી. મને લાગે છે કે રવિ શાસ્ત્રી બાદ રાહુલને જે રીતે રમતનો અનુભવ છે, તે ભારતીય ટીમ માટે ખૂબ જ મૂલ્યવાન બનશે.
પ્રસાદે કહ્યું કે, કોચ તરીકે રાહુલ દ્રવિડ અને માર્ગદર્શક તરીકે એમએસ ધોની ભારતીય ટીમ માટે વરદાન સાબિત થશે. બંને શાંત અને ખૂબ જ મહેનતુ છે. મહત્ત્વની વાત એ છે કે, આ સમયે જે ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે તેમાંના મોટા ભાગના ખેલાડીઓને રાહુલે તૈયાર કર્યા છે. તેથી ટીમને તેનો ફાયદો થશે.