રાહુલ બાદ આ ઘાતક ખેલાડી બનશે પંજાબ કિંગ્સનો કેપ્ટન…

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની તૈયારીઓ ઘણા સમયથી શરૂ કરવામાં આવી છે. આ વર્ષે 11, 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ પોતાના રીટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓ કઈ ટીમ સાથે જોડાશે તે મેગા ઓક્શનમાં નક્કી થશે.

આઈપીએલ 2021 કોરોનાને કારણે બે તબક્કામાં યોજવામાં આવી હતી. બીસીસીઆઈ દ્વારા આ વર્ષે અગાઉથી જ પ્લાન બી તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આઇપીએલ 2022 ટાઇટલ સ્પોન્સરશીપ ચીની કંપની વિવો પાસેથી છીનવીને ભારતીય કંપની ટાટાને આપવામાં આવી છે.

પંજાબ કિંગ્સની વાત કરીએ તો તેણે બે ખેલાડીઓને રીટેન કર્યા છે. આ ટીમ પાસે હાલમાં અન્ય ટીમની સરખામણીએ સૌથી વધારે ફંડ રહેલું છે. મયંક અગ્રવાલ અને અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે રીટેન કર્યા છે. અત્યાર સુધી પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કેએલ રાહુલ કરતો હતો. પરંતુ તેને પંજાબ કિંગ્સે જાળવી રાખ્યો નથી. આવી સ્થિતિમાં નવા કેપ્ટન તરીકે કોની પસંદગી કરશે તે મહત્વનું રહેશે.

પંજાબ કિંગ્સના નવા કેપ્ટન તરીકે મયંક અગ્રવાલનું નામ સૌથી મોખરે આવે છે. આઈપીએલમાં અત્યારસુધીમાં તેણે શાનદાર બેટીંગ કરી છે. જેના કારણે તેને આગામી સિઝનમાં જાળવી રાખ્યો છે. આ ખેલાડી ઓપનિંગ બેટ્સમેન ઉપરાંત ટીમની કમાન પણ સંભાળી શકે છે. આઇપીએલ 2022માં પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે આ ખેલાડી મેદાનમાં રમતો જોવા મળી શકે છે.

મયંક અગ્રવાલ છેલ્લી ઘણી સીઝનથી પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યો છે. પંજાબ કિંગ્સ માટે તેણે ઘણી બધી સારી ઇનિંગ્સો રમી છે. મયંક અગ્રવાલને તાજેતરમાં આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમમાં તક આપવામાં આવી હતી. ત્યારે તેણે તકનો લાભ ઉઠાવીને સારું પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડી ભારતીય ટીમમાં અગત્યનું સ્થાન ધરાવે છે.

કેએલ રાહુલને પંજાબ કિંગ્સે જાળવી રાખ્યો નથી. આવી સ્થિતિમાં આઇપીએલ 2022માં મયંક અગ્રવાલને આગામી કેપ્ટન બનાવવામાં આવશે. મયંક અગ્રવાલ અને અર્શદીપ સિંહ સિવાય બાકીના ખેલાડીઓને હરાજી પુલમાં છોડવામાં આવ્યા છે. આ વર્ષે યોજાનાર મેગા ઓક્શન ઘણું રસપ્રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *