પુજારા અને રહાણે બાદ આ સિનિયર ખેલાડી પણ થઇ શકે છે ટેસ્ટ ટીમમાંથી બહાર…

ભારતીય ટીમે તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં જબરદસ્ત વિજય મેળવ્યો છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે બે મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. તે પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી-20 સિરીઝ પણ રમવાની છે. બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં આ બંને સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝ બાદ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં બીસીસીઆઇ દ્વારા રોહિત શર્માને નવો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા જેવા ખેલાડીઓને ખરાબ ફોર્મના કારણે બહાર રાખવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓને ઘણી તકો આપવામાં આવી હોવા છતાં પણ તેઓ નિષ્ફળ સાબિત થઇ રહ્યા હતા.

અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાને શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આજે એક એવા ખેલાડીની વાત કરીએ કે જે છેલ્લા ઘણા સમયથી ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. આ ખેલાડી પણ ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર જઇ શકે છે. તે ભારતીય ટીમ માટે બોજ બની રહ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. તેના બેટથી રન નીકળી રહ્યા નથી. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં તેણે એક સદી ફટકારી નથી. તેની પાસેથી ટીમ ઇન્ડિયાને ઘણી બધી આશા હોય છે. પરંતુ તે પોતાના પ્રદર્શનમાં સતત નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે. વિરાટ કોહલી ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટમાં છેલ્લા ઘણા સમયથી સફળ રહ્યો નથી.

ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી હવે એક પણ ફોર્મેટનો કેપ્ટન રહ્યો નથી. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ તેને બહાર કરી શકે છે અથવા નીચલા ક્રમ પર બેટિંગ કરવા માટે ઉતારી શકે છે. છેલ્લા ઘણા સમયથી તે ભારતીય ટીમ માટે માથાનો દુખાવો બની રહ્યો છે. આવી સ્થિતિમાં શ્રેયસ ઐયર અને રિષભ પંત જેવા યુવા ખેલાડીઓને ભારતીય ટેસ્ટ ટીમમાં નંબર ચાર પર બેટિંગ કરવાની તક પણ મળી શકે છે.

વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં પણ ખરાબ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20 મેચ પહેલા તે બહાર થયો છે અને શ્રીલંકા સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં પણ તે પરત ફરવાનો નથી. આવી સ્થિતિમાં તેના સ્થાને નંબર ત્રણ પર અન્ય ખેલાડી સારું પ્રદર્શન કરશે તો વિરાટ કોહલીને નીચલા ક્રમ પર બેટિંગ કરવાનો વારો આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *