IPLની માત્ર 10 મેચો રમીને આ ઘાતક ખેલાડીએ કાપ્યું હાર્દિક પંડ્યાનું પત્તું…

સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે 30 ડિસેમ્બરના રોજ બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. વનડે સિરીઝ માટે કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે.

ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ ખેલાડી ખરાબ ફોર્મમાં ઝઝુમી રહ્યો છે. ટી 20 વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ તેમાં કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તેને સ્થાન આપવામાં આવ્યું નહીં.

એક સમયે હાર્દિક પંડ્યા ભારતીય ટીમનો મજબૂત ઓલરાઉન્ડર ખેલાડી ગણાતો હતો. તે બોલિંગ ઉપરાંત બેટિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી તેના બેટમાંથી રન નીકળ્યા નથી અને બોલિંગ પણ કરી રહ્યો નથી. આવી સ્થિતિમાં આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં પણ તેની પસંદગી કરવામાં આવી નથી. હાર્દિક પંડ્યાને સ્થાને આ યુવા ખેલાડીને તક આપવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં હાર્દિક પંડ્યાના સ્થાને વેંકટેશ ઐયરને તક આપવામાં આવી છે. આ ખેલાડીએ આઇપીએલની માત્ર 10 મેચો રમી છે, પરંતુ પોતાની તોફાની બેટિંગ અને ઘાતક બોલિંગથી બધાના દિલ જીતી લીધા છે. આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં આ ખેલાડી ઓલરાઉન્ડર ખેલાડી તરીકે તબાહી મચાવી શકે છે.

આઇપીએલ 2021માં કોલકાતા નાઇટ રાઇડર્સને ફાઇનલમાં પહોંચાડવામાં આ ખેલાડીની મહત્વની ભૂમિકા રહી હતી. વેંકટેશ ઐયરે આઇપીએલ 2021ની 10 મેચોમાં 370 રન બનાવ્યા અને ત્રણ વિકેટ લીધી હતી. આ ઉપરાંત મિડલ ઓર્ડરમાં મોટી ઇનિંગ્સ રમવા માટે જાણીતો છે. કોલકાતા નાઇટ રાઇડર્સે વેંકટેશ ઐયરને આ વર્ષે રીટેન કર્યો છે.

વિજય હજારે ટ્રોફીમાં વેંકટેશ ઐયરે ઘણી અજાયબીઓ કરી હતી, જેમાં તેણે 6 મેચોમાં 319 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઐયર ફિલ્ડીંગમાં પણ નિષ્ણાંત છે. વેંકટેશ ઐયર એક ઓલરાઉન્ડર તરીકે ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાને સ્થાને કાયમી જગ્યા બનાવી શકે છે. આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં આ ખેલાડી તકનો લાભ ઉઠાવીને સારું પ્રદર્શન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *