159 રન બનાવીને પૃથ્વી શોએ કહ્યું- હવે હું રોહિત શર્માનું નહીઁ પરંતુ આ ઘાતક ખેલાડીનું કાપીશ પત્તું…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. ઘર આંગણે રમાઈ રહેલ આ સિરીઝની ત્રીજી મેચ હવે રાજકોટ ખાતે શરૂ થવાની છે. હાલમાં તમામ ભારતીય ખેલાડીઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. આ પહેલા હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ બદલાવ વિશે સમાચાર સામે આવ્યા છે.

છેલ્લા ઘણા સમયથી આપણે જોયું હતું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સતત નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ ખરાબ ફોર્મમાં રહેલ ખેલાડીઓને બહાર પણ કરવામાં આવ્યા છે. આવી રીતે બહાર થયેલ ભારતીય સ્ટાર બેટ્સમેન પૃથ્વી શોએ તાજેતરમાં 159 રન બનાવ્યા છે અને ભારતીય ટીમમાં એન્ટ્રી કરવાનો દાવો પણ કર્યો છે. તેને ફરી એક વખત સ્થાન આપવામાં આવી શકે છે.

તાજેતરમાં પૃથ્વી શોએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે હવે હું ફરી એક વખત ભારતીય ટીમમાં રમતો જોવા મળીશ. હું રોહિત નહીં પરંતુ આ ખેલાડીના સ્થાને બેટિંગ કરીશ. અત્યાર સુધી તેણે ઘણા મોટા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. તેને સહેવાગ અને સચિનનો કોમ્બો માનવામાં આવે છે. હાલમાં તેના બેટમાં ધાર દેખાઈ રહી છે. તો ચાલો આપણે જાણીએ કે તે કોના સ્થાને બેટિંગ કરવા ઈચ્છે છે.

તાજેતરમાં પૃથ્વી શોએ કહ્યું હતું કે જો મને સ્થાન મળશે તો શુભમન ગિલના સ્થાને હું બેટિંગ કરીશ. ગિલ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. ગયું વર્ષ તેના માટે સારું રહ્યું હતું પરંતુ આઇપીએલ બાદ ફરી એક વખત બદલાવો થઈ શકે છે. હું સતત મારા પ્રદર્શનમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હાલમાં હું રમવા માટે સશક્ત થયો છે. જેથી મને સ્થાન મળશે તો હું મોટા સ્કોર બનાવીશ.

પૃથ્વી શો ફરી એક વખત ભારતીય ટીમમાં તબાહી મચાવતો જોવા મળી શકે છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના નામે ઘણા મોટા રેકોર્ડ હતા. આ ઉપરાંત ભારતીય ટીમમાં તે ત્રેવડી સદી પણ ફટકારી ચૂક્યો છે. ખરાબ ફોર્મના કારણે તેને બહાર કરવામાં આવ્યો હતો પરંતુ હવે ફરી એક વખત તેને જગ્યા આપવામાં આવશે. હાલમાં જ આ સમગ્ર મામલો સામે આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *