મેચ હાર્યા બાદ દીપક ચાહરે રોમેન્ટિક અંદાજમાં ઘૂંટણિયે બેસીને કર્યુ પ્રપોઝ… – જુઓ વીડિયો

આઇપીએલ 2021 માં ગઇકાલે એટલે કે ગુરુવારના રોજ પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપરકિંગ્સને 6 વિકેટથી હરાવીને મેચ પોતાના નામે કરી હતી. મેચ ભલે ચેન્નઈ હારી ગયું હોય પરંતુ ચેન્નઈના ફાસ્ટ બોલર દીપક ચાહરે દિલ જીત્યું હતું.

મેચ બાદ CSKના 29 વર્ષીય બોલર દીપક ચાહરે સ્ટેડિયમમાં દર્શકોની વચ્ચે બિગ બોસ ફેમ સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન જયા ભારદ્વાજને પ્રપોઝ કરી હતી. ત્યારબાદ જયાએ હા પાડતા તેણે રિંગ પણ પહેરાવી હતી. તમને જણાવી દઈએ કે, દીપક ચાહર બોલિવૂડ એક્ટ્રેસ માલતી ચાહરનો ભાઈ છે.

મેચની વાત કરીએ તો પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં માત્ર 134 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબ કિંગ્સે 42 બોલ પહેલા સ્કોર ચેઝ કરી મેચ 6 વિકેટથી જીતી લીધી હતી.

આ મેચ બાદ CSKના ફાસ્ટ બોલર દીપક ચાહરે પોતાના જીવનની નવી ઈનિંગ શરૂ કરી હતી. તેણે સ્ટેન્ડ્સમાં બેઠેલી તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને ઘુંટણીયે બેસી પ્રપોઝ કરી હતી, જેના જવાબમાં જયાએ ભાવુક થઈને હા પાડી હતી.

મેચ બાદ જ્યારે દીપક ચાહરે તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને સ્ટેન્ડ્સમાં પ્રપોઝ કરી ત્યારે મેચના તમામ દર્શકોનું ધ્યાન તેના તરફ આક્રર્ષિત થયું હતું. પરંતુ આની પહેલા પણ જયાએ કેમેરા સામે જબરદસ્ત પોઝ આપ્યો હતો. દીપક ચાહર અને તેની ગર્લફ્રેન્ડ માટે આ એક યાદગાર દિવસ રહેશે.

દીપક ચાહરે સોશિયલ મીડિયામાં પણ આ પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, અમારા બંનેની તસવીર જ બધુ વ્યક્ત કરી રહી છે. અમારે બસ તમારા આશિર્વાદની જરૂર છે. આ પોસ્ટ બાદ દીપક ચાહરે પ્રપોઝ કરતો વીડિયો પણ શેર કર્યો હતો.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *