કોહલી બાદ આ ઘાતક ખેલાડી બની શકે છે ટેસ્ટ ટીમનો કેપ્ટન…
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડકપ પછી ટી 20 ફોર્મેટમાંથી કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર પછી કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી હતી અને રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડને ભારતના હેડ કોચ બનાવવામાં આવ્યા હતા. આ બંને આવતાની સાથે જ ભારતીય ટીમમાં ઘણા ફેરફારો થયા હતા.
ટી 20 ફોર્મેટમાંથી રાજીનામું આપ્યા બાદ બીસીસીઆઇએ તેનું વનડે ફોર્મેટમાંથી પણ કેપ્ટન પદ છીનવી લીધું હતું. ત્યારબાદ વિરાટ કોહલી અને બીસીસીઆઇ વચ્ચે ઘણો વાદ વિવાદ ચાલ્યા હતા. વનડે ફોર્મેટના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી થઇ હતી. કોન્ફરન્સમાં પણ વિરાટ કોહલી બીસીસીઆઇ સામે નિવેદનો આપી રહ્યો હતો.
તાજેતરમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ હારી ગયું છે અને સાથે જ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. અચાનક ચોંકાવનારો નિર્ણય લઇને આખી દુનિયાને વિરાટ કોહલી ચોંકાવી દીધા છે. આફ્રિકામાં હાર્યા બાદ અચાનક નિર્ણય લીધા પછી ભારતીય ટીમના નવા કેપ્ટન કોણ બનશે તે મહત્વનું છે.
વિરાટ કોહલી બાદ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન તરીકે સૌથી વધુ દાવેદાર રોહિત શર્માને માનવામાં આવે છે. રોહિત શર્માને તાજેતરમાં જ ટી 20 અને વનડે ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ત્રણેય ફોર્મેટની જવાબદારી તેને સોંપવામાં આવી શકે છે. વિરાટની જેમ રોહિત પણ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ખેલાડી છે. તેથી આ ખેલાડી કેપ્ટન તરીકે સૌથી વધુ દાવેદાર છે.
રોહિત શર્મા બાદ કેએલ રાહુલ સૌથી વધારે દાવેદાર ગણાય છે. રોહિત અને કોહલી બાદ સૌથી અનુભવી ખેલાડી કેએલ રાહુલ છે. વિરાટ અને રોહિતની ગેરહાજરીમાં રાહુલે કેપ્ટનની જવાબદારી સારી રીતે સંભાળી હતી. રાહુલની ઉંમર માત્ર 29 વર્ષની છે. આ ઉંમરે તે ભારતીય ટીમમાં સેટ થાય તો લાંબા સમય સુધી તે આ જવાબદારી નિભાવી શકે છે.
ટેસ્ટ ટીમના કેપ્ટન બનાવવામાં ત્રીજો સૌથી મોટો દાવેદાર જસપ્રીત બુમરાહ છે. ટીમ ઇન્ડિયાના આ બોલરને તાજેતરમાં જ વનડે ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બુમરાહ ભારતીય ટીમનો કાયમી ખેલાડી છે અને તેને કેપ્ટન તરીકે નિયુક્ત કરવો ફાયદાકારક રહેશે. આ સિવાય તેની ઉંમર પણ હજી ઓછી છે. તેથી તે લાંબા સમય સુધી કમાન સંભાળી શકે છે.