કોહલી બાદ આ ઘાતક ખેલાડી બનશે RCBનો કેપ્ટન…
આઇપીએલ 2022 માં અમદાવાદ અને લખનઉ એમ બંને ટીમોની એન્ટ્રી સાથે ટોટલ 10 ટીમો લીગમાં ભાગ લેશે. આઇપીએલની 15મી સિઝન ઘણી રસપ્રદ રહેશે. જાન્યુઆરી 2022માં મેગા ઓક્શનનું આયોજન થશે. તે પહેલા દરેક ટીમોએ પોતાને રિટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દીધા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં થશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો તેને ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. પ્રથમ ખેલાડી તરીકે વિરાટ કોહલી, ત્યારબાદ ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજ એમ ટોટલ 3 ખેલાડીઓને રિટેન કર્યા છે. આ સિવાય યુઝવેન્દ્ર ચહલ, એબી ડી વિલિયર્સ, દેવદત્ત પડિક્કલ જેવા સારા ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા નથી.
આઇપીએલની તમામ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમમાં કેપ્ટન તરીકેની જવાબદારી વિરાટ કોહલી સંભાળતા હતા. પરંતુ આઇપીએલ 2021 બાદ તેણે જણાવ્યું હતું કે આગામી સિઝનથી હું કેપ્ટન તરીકે જોવા મળીશ નહિ પરંતુ જ્યાં સુધી હું આઇપીએલ રમશે ત્યાં સુધી RCB તરફથી જ રમીશ. વિરાટ કોહલીના આવા નિવેદનથી RCBની ટીમ કેપ્ટનની શોધમાં છે.
RCB ટીમના નવા કેપ્ટન તરીકે સૌથી વધારે દાવેદાર શ્રેયસ ઐયરને માનવામાં આવે છે. શ્રેયસ ઐયર ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ આઇપીએલ 2021 ના પ્રથમ તબક્કામાં રમી શક્યો નહીં. તેના સ્થાને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે રિષભ પંતની પસંદગી કરવામાં આવી હતી. આઇપીએલ 2021ના બીજા તબક્કામાં શ્રેયસ ઐયરની વાપસી થવા છતાં પણ તેને કેપ્ટન પદ મળ્યું નહીં.
શ્રેયસ ઐયરના કેપ્ટન તરીકેના રેકોર્ડ જોઇએ તો આઇપીએલ 2020 માં તે દિલ્હી કેપિટલ્સને પોઇન્ટ ટેબલમાં સૌથી ઉપર રાખવામાં સફળ રહ્યો હતો. આવું પ્રદર્શન હોવા છતાં પણ દિલ્હી કેપિટલ્સે શ્રેયસ ઐયરને રિટેન કર્યો નથી. આવી સ્થિતિમાં આ ઘાતક ખેલાડી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ સાથે જોડાઇ શકે છે અને કેપ્ટન પણ બની શકે છે.
શ્રેયસ ઐયર જો RCB સાથે જોડાશે તો ટીમને પણ ઘણો ફાયદો થઇ શકે છે. RCBને મિડલ ઓવરમાં સ્થિરતા મળી રહેશે. આ ઉપરાંત RCBને એક સફળ અને યુવા કેપ્ટન પણ મળી શકે છે. આ વર્ષે આઇપીએલમાં દરેક ટીમના ખેલાડીઓ ઉપરાંત કેપ્ટનની પણ બદલી થઇ શકે છે. દર વર્ષે ઘણા યુવા ખેલાડીઓ આઇપીએલમાંથી પોતાનું કરિયર બનાવે છે.