કોહલી બાદ મેક્સવેલ નહીં પરંતુ 32 વર્ષનો આ ઘાતક ખેલાડી બનશે RCBનો કેપ્ટન…
આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ આ બંને નવી ટીમો જોડાઇને ટોટલ 10 ટીમો ભાગ લેશે. આ વર્ષે આઇપીએલ પહેલા મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. મેગા ઓક્શન પહેલા 30 નવેમ્બરે જુની આઠ ટીમોએ પોતાના રિટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓકશનમાં થશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો આ ટીમે ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજને જાળવી રાખ્યા છે. ટી 20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટનશીપ છોડી દેનાર ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આઇપીએલમાં પણ આરસીબીની કેપ્ટનશિપ છોડી દીધી છે.
વિરાટ કોહલીએ આરસીબીની કેપ્ટનશીપ છોડી દીધા બાદ નવા કેપ્ટન તરીકે ફ્રેન્ચાઇઝી કોને પસંદ કરશે તે મહત્વનું છે. બેંગ્લોરે પોતાના રીટેન્શન લિસ્ટમાં કોહલી ઉપરાંત મેક્સવેલ અને સિરાજનું નામ પણ આપ્યું છે. અનુભવની રીતે જોઇએ તો મેક્સવેલ કેપ્ટન બની શકે છે. પરંતુ આ વર્ષે મેગા ઓક્શનમાં ઘણા નવા ખેલાડીઓ બેંગ્લોર સાથે જોડાઇ શકે છે અને તેમાંથી પણ કોઇ એક કેપ્ટન બની શકે છે.
એક અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે મનીષ પાંડે આરસીબી સાથે જોડાઇ શકે છે. મનીષ પાંડે આરસીબી માટે કોઇ નવો ખેલાડી નથી પરંતુ આ પહેલા પણ 2009માં આરસીબીનો એક ભાગ હતો. ત્યારે મનીષ પાંડેએ સદી ફટકારીને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સદી ફટકારનારો પહેલો ભારતીય બન્યો હતો. મનીષ પાંડે પર મોટી બોલી લાગી શકે છે અને બેંગલોર તેને ખરીદી શકે છે.
મનીષ પાંડે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં કર્ણાટક તરફથી રમે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન વધારે મેચો હોમગ્રાઉન્ડ પર રમવાની હોય છે. આવી સ્થિતિમાં મનીષ પાંડે હોમ ગ્રાઉન્ડનો વધારે અનુભવ ધરાવતો હોવાને કારણે કેપ્ટન બની શકે છે. સ્થાનિક કેપ્ટનમાં જોઇએ તો મુંબઇ ઇન્ડિયન્સમાં રોહિત શર્મા અને દિલ્હી કેપિટલ્સમાં રિષભ પંત પણ છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે મનીષ પાંડેને જાળવી રાખ્યો નથી. આવી સ્થિતિમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર આ ખેલાડીને ખરીદી શકે છે અને કેપ્ટન બનાવી શકે છે. આ વર્ષે આઇપીએલમાં 10 ટીમો મેદાન પર ધૂમ મચાવશે. દરેક ફ્રેન્ચાઇઝી નવા ખેલાડીઓ પસંદ કરીને પોતાની ટીમ બનાવશે.