રોહિત શર્મા પર સવાલ ઉઠાવતા પાકિસ્તાની પત્રકાર પર ભડક્યો કોહલી ને પછી, જુઓ…
મેચ હાર્યા પછી પાકિસ્તાની પત્રકાર પર વિરાટ કોહલી ભડક્યો હતો. વિરાટ કોહલીએ કહ્યું કે શું તમે રોહિત શર્માને પણ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કાઢશો? ઉલ્લેખનીય છે કે ભારત દસ વિકેટે પાકિસ્તાન સામે હાર્યું છે. જો આપણે ઈતિહાસ પર નજર કરીએ તો ભારત આવી રીતે ક્યારેય પણ પાકિસ્તાન સામે હાર્યું નથી.
પાકિસ્તાની પત્રકાર દ્વારા વિરાટ કોહલીને કોન્ફરન્સમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ઇશાન કિશન પણ સારા ફોર્મમાં છે તો તેને રોહિત શર્માની જગ્યાએ સ્થાન મળવું જોઈએ. વિરાટ કોહલી આ સાંભળતાની સાથે જ ગુસ્સે થઈને કહ્યું કે મે મારી બેસ્ટ ટીમ મેદાનમાં ઉતારી હતી. આવું કહીને વિરાટ કોહલી હસવા લાગ્યો.
વિરાટ કોહલીએ પત્રકારોને વધુમાં જણાવ્યું કે જો તમારે આવા જ પ્રશ્નો પૂછવા હોય તો મને અગાઉ જાણ કરી દેજો, હું એ પ્રમાણે જવાબ આપીશ. શરૂઆતમાં જ અમારી ત્રણ વિકેટ પડી ગઈ હતી. અમારા ઓપનર્સ સારી બેટીંગ ન કરી શક્યા. પાકિસ્તાનના બોલરોએ પણ સારી બોલિંગ કરીને બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકયા હતા. આ મેચમાં અમે સારું આપી શક્યા નથી તેથી હું મારી ભૂલ સ્વીકારું છું.
શું ભારતની ટીમ ઓવરકોન્ફિડન્ટમાં હતી? આવો પ્રશ્ન પૂછતા વિરાટ કોહલીએ જણાવ્યું કે દરેક મેચ પ્લાનિંગ સાથે રમતી હોય છે. અને પ્લાનિંગ પ્રમાણે મેદાનની અંદર રમવું ખૂબ જ અઘરું છે. પાકિસ્તાનની ટીમ એટલી મજબૂત છે કે તે વિશ્વની કોઇ પણ ટીમને હરાવી શકે છે.
વિરાટ કોહલીએ કહ્યું કે અમે પાકિસ્તાન સામેની હાર પછી ઘણું બધું શીખ્યા છીએ, અને આ હાર બાદ અમે આગામી ગેમ પર ધ્યાન રાખીશું. પાકિસ્તાનના બોલર આફ્રિદીએ બેક ટુ બેક વિકેટ લઈને ભારતના ઓપનર્સને પેવેલિયન ભેગા કરી દીધા હતા.
પાકિસ્તાનની ટીમના કેપ્ટન બાબર આજમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 151 રન કર્યા હતા. તેની સામે પાકિસ્તાનની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર ભારતને હરાવ્યું હતું.