કેન વિલિયમસન બાદ RCBનો આ સિનિયર ખેલાડી પણ થયો ઇજાગ્રસ્ત, સમગ્ર IPLમાંથી થઇ શકે છે બહાર…

છેલ્લા ઘણા સમયથી આઇપીએલ 2023ની તૈયારીઓ ચાલી રહી હતી. આ સિઝનની શરૂઆત 31 માર્ચથી થઇ ચૂકી છે. ગઇકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે બેંગ્લોર ખાતે મેચ રમાઇ હતી. જેમાં બેંગ્લોરે 8 વિકેટે શાનદાર જીત મેળવી છે. ઘણા ખેલાડીઓ પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યા છે. આ ઉપરાંત તાજેતરમાં એક અન્ય ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.

અત્યાર સુધી ખેલાડીઓની ઇજાને કારણે ઘણી ટીમોને નુકસાન થયું છે. આ સિઝનની પ્રથમ મેચમાં જ કેન વિલિયમસન ફિલ્ડીંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાને કારણે તે સમગ્ર આઇપીએલ માંથી પણ બહાર થયો છે. ગુજરાતની ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. હાલમાં આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે. કેન વિલિયમસન બાદ આ સ્ટાર ખેલાડી પણ ઇજાગ્રસ્ત થયો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર આ ખેલાડી ગઇકાલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેના ખભાના ભાગે ગંભીર ઇજા થઇ હોવાના કારણે મુશ્કેલીમાં જોવા મળ્યો છે. હાલમાં તે મેડિકલ ટીમ હેઠળ સારવાર લેતો જોવા મળ્યો છે. જો ઇજા વધુ ગંભીર જણાશે તો તેને આઇપીએલ માંથી પણ બહાર કરવામાં આવી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ સ્ટાર સિનિયર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ગઈકાલે બેંગ્લોરનો સ્ટાર ફાસ્ટ બોલર રીસ ટોપલી ફિલ્ડિંગ વખતે ઇજાગ્રસ્ત થયો છે. ઇજા ગંભીર હોવાના કારણે તાત્કાલિક ફિઝીયોને મેદાન પર બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને મેદાનની બહાર પણ લઇ જવામાં આવ્યો હતો. હાલમાં તે સારવાર લઇ રહ્યો છે. જો ઇજા ગંભીર જણાશે તો તેને સમગ્ર સિઝનમાંથી બહાર થવું પડી શકે છે.

રીસ ટોપલી પ્રથમ મેચમાં બેંગ્લોર માટે ઘણો મહત્વનો રહ્યો હતો. પ્રથમ મેચમાં જ તેણે પોતાની 2 ઓવર દરમિયાન 14 રન આપ્યા હતા અને 1 વિકેટ પણ લીધી હતી. તેની શાનદાર રમતના કારણે બેંગ્લોરની ટીમને ઘણી મજબૂતાઇ મળી હતી પરંતુ ઇજાને કારણે તે અચાનક બહાર થયો છે. હવે આગામી મેચમાં રમશે કે નહીં તે મેચ પહેલા ઓફિશ્યલી જાણકારી આપવામાં આવશે

છેલ્લા ઘણા સમયથી ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા છે. અત્યાર સુધી કણી ટીમોને નુકસાન પણ થયો છે. ઘણા યુવા ખેલાડીઓ માટે આ સિઝન ઘણી મહત્વની રહેશે. તેઓ સારું પ્રદર્શન કરીને પોતાની દેશની ટીમમાં સ્થાન મેળવી શકે છે. આગામી મેચોમાં પણ ખેલાડીઓ ઇજાગ્રસ્ત ન થાય તે માટે દરેક ખેલાડીઓની ફિટનેસને ધ્યાનમાં રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *