માત્ર 2 વર્ષ ક્રિકેટ રમીને આ ઘાતક ખેલાડીએ અચાનક જ લીધી નિવૃત્તિ, કારણ છે ચોંકાવનારું…
વિશ્વ ક્રિકેટમાં દરેક ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને પોતાના દેશની ટીમમાં સ્થાન બનાવતા હોય છે. પરંતુ અમુક વર્ષો રમ્યા બાદ તે ટીમમાંથી નિવૃત્તિ જાહેર કરી દેતા હોય છે. અંદાજીત 35 વર્ષની આસપાસ દરેક ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દે છે. આ વર્ષે પણ ઘણા બધા ક્રિકેટરોએ નિવૃત્તિ જાહેર કરી છે.
તમને જણાવી દઇએ કે હાલમાં જ એક ક્રિકેટરે નિવૃત્તિની જાહેરાત કરી છે. આ ક્રિકેટરે માત્ર બે વર્ષ ક્રિકેટ રમીને અચાનક જ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. જેના પછી વિશ્વ ક્રિકેટમાં દરેકને આશ્ચર્ય થયું છે. આ તેજસ્વી ખેલાડી ટી-20 વર્લ્ડકપમાં પણ રમતો જોવા મળ્યો હતો. તો ચાલો જોઇએ તે કોણ છે.
તેજસ્વી પ્રતિભા હોવા છતાં પણ આ ખેલાડીએ પોતાની ખુશીથી આટલી જલ્દી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતા દરેક લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. તમને જણાવી દઇએ કે આ ક્રિકેટર શ્રીલંકાનો છે. જેનું નામ ભાનુકા રાજપક્ષે છે. આ ખેલાડીએ અચાનક જ નિવૃત્તિ જાહેર કરી સૌને ચોંકાવી દીધા છે.
ભાનુકા રાજપક્ષેએ શ્રીલંકા માટે 5 વનડે અને 18 ટી-20માં કુલ 409 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. તે ટી-20 વર્લ્ડ કપમાં શ્રીલંકાની ટીમનો ભાગ હતો અને તેણે કુલ 155 રન બનાવ્યા હતા. શ્રીલંકા ક્રિકેટને લખેલા પત્રમાં 30 વર્ષીય ભાનુકા રાજપક્ષેએ પોતાના આ મોટા નિર્ણય માટે પારિવારિક જવાબદારીઓનો ઉલ્લેખ કર્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર એક એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તે શ્રીલંકાના બોર્ડના નિર્ણયથી ખૂબ જ નારાજ છે અને તેણે લખેલા પત્રમાં ધાનુકા રાજપક્ષેએ કહ્યું કે મેં એક ખેલાડી અને પતિ તરીકે મારી સ્થિતિને ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાનમાં લીધી છે. હું પિતૃત્વ અને તેની સાથે જોડાયેલી પારિવારિક જવાબદારીઓ ને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લઇ રહ્યો છું.
ભાનુકાએ તેની કારકિર્દીમાં 5 વન-ડે અને 18 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં તેણે અનુક્રમે 17.80ની એવરેજથી 89 રન અને 26.66ની એવરેજથી 320 રન બનાવ્યા હતા. વન-ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 65 અને ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 77 રન છે. તેણે 105 ટી-20 મેચ પણ રમી છે. જેમાં તેણે 23.60ની એવરેજથી 1912 રન બનાવ્યા હતા. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 96 રન છે.